|
SANJ SAMACHAR | Date: 24-08-2026 Monday | Rajkot |
|
|
= જેન-ઝી-જેન-આલ્ફા સુધી પહોંચ માટે મંથન : પણ સમસ્યા સરકારે જ ઉકેલવી પડશે તેવો મત
= તા.17 સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદીના જન્મદિનથી એક માસ સુધી સેવા-સમર્પણ અભિવાદન ચલાવશે
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનની નવી ટીમ લગભગ 7 માસ બાદ જાહેર થયા બાદ ગત સપ્તાહે દિલ્હીમાં જે 48 કલાક સુધી નવી ટીમના અધિકારીઓની એક બાદ એક જ બેઠકો ચાલતી રહી તેમાં પ.બંગાળ ચુંટણી પછી જંતરમંતરના પ્રભાવ હેઠળનુ વાતાવરણ છે તેને કેમ સમજવુ કેમ તેની સાથે જોડાવુ કે જેન-ઝીને સાથે જોડવા એ માટ મેરેથોન ચર્ચા થઈ.
તો બીજી તરફ હવે દેશના સૌથી મોટા રાજય ઉતરપ્રદેશ સતત સાત રાજયોની ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે તેમાં પક્ષ દ્વારા પ્રભારી વિ. ઈનચાર્જની નિયુક્તિ બાદ હવે આગામી દિવસોના એજન્ડા પર પણ ચર્ચા થઈ. 2029નો ટેમ્પો જળવાઈ રહે તે માટે ભાજપે આગામી સમયમાં ઉતરપ્રદેશમાં 2024ના સ્ટેટ બેંકને ભુલીને આગળ વધવાનું છે પણ તેમાં હવે અનેક નવા ફેકટર ઉમેરાયા છે તેની પણ ચિંતા કરવાની છે.
તો પંજાબમાં જયાં પહોચ નહીવત છે ત્યાં કમસેકમ નંબર-ટુનું સ્થાન મેળવવાનું છે. ગુજરાતનો રેકોર્ડ જાળવી રાખવાનો પડકાર છે. હિમાચલ પાછુ જીતવાનું છે અને ગોવા ઉતરાખંડ જાળવી રાખવાનું છે. કોંગ્રેસ-સમાજવાદી પક્ષ-આમ આદમી પાર્ટીને આ જેન-આલ્ફા-જેન-ઝીના આંદોલનનો લાભ મળી ન જાય તે આ ચિંતા કરવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે ભાજપ વડાપ્રધાને ગયા અને નવી ટીમને મળ્યા. ભાજપે ખાસ કરીને જેન-ઝીની ચિંતા કરી છે પણ તેને સમજાવવા કેમ તેની ફોર્મ્યુલા ઘડવા જે કમીટી રચી તેમાં ભાગ્યે જ કોઈ જેન-ઝી છે. તમામ 40+ છે અને જેન-ઝીની માનસીકતા સમજવા કે તેને ભાજપ સાથે જોડવા કરતા તેઓ જ પ્રશ્નો ઉઠાવે છે તેને ઉકેલવા અઘરા છે. કારણ કે મોટાભાગની સમસ્યા-પ્રશ્નો પર સરકારે જ નજર અંદાજ કર્યા છે.
તેઓ `ભકત' બને તેવી શકયતા પણ નથી. વડાપ્રધાને હવે સોશ્યલ મીડીયામાં સક્રીય થવા જણાવ્યુ પણ તેનાથી જેન-ઝી કે જેન-આલ્ફાની સમસ્યા હલ થશે કે કેમ તે પ્રશ્ન અનેક પદાધિકારીનો ચર્ચામાં હતો.
તો બીજી તરફ તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના 1 માસ એટલે કે તા.17 ઓકટોબર સુધી સેવા-સમર્પણના 25 વર્ષનું અભિયાન પુરા દેશમાં યોજાશે.
શ્રી મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તે સમયથી આજ દિવસ સુધીના તેમના કાર્ય, સંકલ્પ સેવાને જોડીને અભિયાન ચાલશે. બાદમાં નીતિન નબીને સંગઠનના પદાધિકારીએ સામે ત્રણ કલાક બેઠક કરી તેમાં તમામ પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મહામંત્રીઓ સામેલ થયા હતા.
મહાત્મા ગાંધીના વિધાનોને આગળ ધરી ભાજપ વંદેમાતરમ મુદે કોંગે્રસને ભીડવશે
નવી દિલ્હીઃ આઝાદી પુર્વે અને ભાગલા સમયે દેશમાં જે કોની તનાવ-તોફાનનું વાતાવરણ હતું તે સમયે મહાત્મા ગાંધીજીએ દુર્ભાગ્યથી હવે આપણા પર ખરાબ દિવસ આવી ગયા હતા તેવું જણાવ્યું હતું.
હવે દેશમાં રાષ્ટ્રગીતનું સમકક્ષ સ્થાન મેળવનાર `જન ગણ મન' પર કોંગ્રેસે જે વિવાદ સર્જયો છે તેની સામે ભાજપ ગાંધીજીના વિધાનોને આગળ ધરી વંદેમાતરમ કેવી રીતે `ધર્મ નિરપેક્ષ' છે તે લોકોને સમજાવશે.
સરકારે આ ગીતના તમામ છ છંદ ગાવાનું અને રાષ્ટ્રગીત જેવા સન્માન આપવાનું ફરજીયાત કર્યુ છે જેનો કોંગ્રેસ વિરોધ કરી બે જ છંદ ગવાશે તેવો વળતો પડકાર કર્યો છે. આ ગીત દેશના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલું હતું.
તે સમયે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જીન્હા સહિતના મુસ્લિમ લીગના નેતાઓએ વિરોધ કર્યો હતો તેની હવે કોંગ્રેસ પર ફરી તુષ્ટીકરણનું રાજકારણ અપનાવવાનો આરોપ મુકી દેશભરમાં લોકો સમક્ષ જવા ભાજપે યોજના બનાવી છે.