www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટાંકી ગાયબ, રૂ.50.43 લાખનું બિલ તૈયાર : ખુદ મંત્રીએ પોલ ખોલી : બે અધિકારીઓ સસ્પેન્ડ


સાંજ સમાચાર

 

#video ટાંકી ગાયબ, રૂ.50.43 લાખનું બિલ તૈયાર : ખુદ મંત્રીએ પોલ ખોલી : બે અધિકારીઓ સસ્પેન્ડ

પાલીતાણા હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ થયું જ નહીં હોવા છતાં ₹50.43 લાખનું બિલ રજૂ કરાયું : કામ વગરનું બિલ રજૂ થતાં સરકારી નાણાંના ઉપયોગમાં ગંભીર બેદરકારી સામે આવી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના ધ્યાન પર મામલો આવતા તાત્કાલિક કાર્યવાહી શરૂ : પાલીતાણા હોસ્પિટલ અને PIUના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સમગ્ર મામલાની સમીક્ષા : ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના : નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે પણ પોલીસ ફરિયાદની સૂચના : બંને ઈજનેરો સામે સસ્પેન્શન સહિતની ફરજમુક્તિની કાર્યવાહી કરવા આદેશ : કામ સાથે સંકળાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન, સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા સૂચના : જનતાના નાણાંના ઉપયોગમાં બેદરકારી કે ગેરરીતિ ચલાવી નહીં લેવાયઃ આરોગ્ય મંત્રી : કામ થયું ન હોવા છતાં ₹50.43 લાખનું બિલ રજૂ થતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ : સરકારી નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા કડક કાર્યવાહી #sanjsamachar #palitana #hospital #prafulpansheriya #healthminister #gujarat

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print