www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મારો એકરાર - ગુરૂ શરણે થઈશ પ્રતિજ્ઞાબધ્ધ

ગુરૂના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી અહંકાર અને ઇચ્છાઓ છુટવા લાગે છે : ડગુમગુ મનને પ્રતિજ્ઞાનું બળ મળે છે


સાંજ સમાચાર

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ રડતી આંખે, કાન પકડી, ભૂલોનો એકરાર કરી, ભૂલોનો સ્વીકાર કરી, ભાવોની વિશુદ્ધિ કરી, પ્રભુ સાથે એકાકાર થવા માટે હોય છે.

પર્વાધિરાજ પર્યુષણમાં આપણે પાપ-દોષો, ભૂલો અને ક્ષતિઓના પ્રતિકમણ સાથે મનના વિચારોનું, મનથી કરેલાં doubts, blames, assumption અને imaginationsનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે એનો પ્રભુ સમક્ષ એકરાર કરી, મનને controlમાં રાખી, પ્રભુ સાથે એકાકાર થવાનું હોય છે.

મનને જીતનાર વ્યકિત સંસારને જીતી શકે છે. મનથી કરેલો એક નાનકડો વિચાર પણ તમારી ભવ પરંપરાને બદલી શકે છે.

મન જ મોક્ષનું કારણ બની શકે છે અને મન જ સંસાર પરિભ્રમણ વધારી શકે છે. 

મુનિ બનેલાં પ્રસન્નચંદ્રરાજાને ધ્યાનસ્થ અવસ્થામાં મગ્ન જોઈ, શ્રેણિક મહારાજા પ્રભુને પૂછે છે, પ્રભુ! આ આત્માની અત્યારે વિદાય થાય તો કઈ ગતિમાં જાય?

પ્રભુએ કહ્યું, રાજન! એ સાતમી નરકમાં જાય, કેમ કે, અત્યારે બહારથી તેઓ ધ્યાનસ્થ છે, પણ મનથી પુત્રના રાગમાં છે અને દુશ્મન રાજા સાથે મનોમન યુદ્ધ કરી રહ્યાં છે.

થોડીવાર પછી શ્રેણિકરાજા ફરી પૂછે છે, પ્રભુ! પ્રસન્નચંદ્ર મુનિ નરકગામી બને, એ વાત હું સ્વીકારી શકતો નથી.

પ્રભુએ કહ્યું , અત્યારે એમની વિદાય થાય તો તેઓ દેવલોકમાં જાય, કેમ કે, અત્યારે એમને realise થઈ ગયું છે કે, તેઓ રાજા નથી, સંસાર ત્યાગી મુનિ છે અને અને અત્યારે એ મનથી સતત પશ્ચાતાપ કરી રહ્યાં છે. પસ્તાવાના પાવન ઝરણામાં મનથી કરેલાં વિચારો અને અશુભ ભાવોને ધોઈ રહ્યાં છે.

હજુ તો આ વાર્તાલાપ ચાલી રહ્યો છે, ત્યાં જ મુનિને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ જાય છે. `ધન્ય છે...ધન્ય છે' નો નાદ ગુંજવા લાગે છે. 

મુનિ હોવા છતાં પળમાં નરકગામી, પળમાં દેવલોકગામી અને પળમાં કેવળજ્ઞાની... માત્ર ને માત્ર મનના વિચારોના કારણે! 

મન શુભભાવમાં હોય તો સદ્ગતિ અને અશુભભાવમાં હોય તો દુર્ગતિ! 

માટે જ, મનને controlમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે, ગુરૂના શરણે સમર્પિત થઈ, ગુરૂના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી, ગુરૂ શરણે પ્રતિજ્ઞાબદ્ધ થવું! 

મોક્ષમાં પધારતાં પધારતાં પ્રભુએ મોક્ષ પ્રપ્તિના જે 72 માર્ગ-સમ્યક્ પરાક્રમ ફરમાવ્યાં છે, એમાં એક માર્ગ પ્રતિજ્ઞાનો અર્થાત પચ્ચક્ખાણનો ફરમાવ્યો છે. 

પ્રતિજ્ઞાબદ્ધ થવાથી, મન ઉપર control રાખી શકાય છે. ચંચળ મનને સંયમમાં રાખી શકાય છે. મન આત્માના commandમાં આવી જાય છે. 

ગુરૂના શ્રીમુખેથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી, અંહકાર અને ઈચ્છાઓ છૂટવા લાગે છે. ડગુમગુ થતાં મનને પ્રતિજ્ઞાનું બળ પ્રાપ્ત થાય છે.'I can,' નો આત્મવિશ્વાસ આવી જાય છે અને મન strong બને છે.

મોટાભાગે આ કાળમાં વ્યકિતઓ મનથી શુભ ભાવ અને શુભ સંકલ્પના બદલે વધારે સમય મનથી કોઈને ને કોઈને blame કરતા હોય છે, કોઈના ઉપર doubt કરતાં હોય છે. કાંઈ ને કાંઈ assumption કરતાં હોય છે અથવા imaginationમાં ખોવાયેલાં રહેતાં હોય છે.

માનો કે તમાં volet કે jewellery ન મળતી હોય તો સૌથી પહેલાં, servant ઉપર doubt આવે કે, મારાથી ક્યાંય મૂકાઈ ગયું હશે, એ વિચાર આવે? 

મનથી જ મનની courtમાં કોઈના ને કોઈના ઉપર doubt કરી, કોઈના પર blame બહુ સહજતાથી થઈ જાય છે. 

થોડી વાર પછી ખોવાયલી વસ્તુ તો મળી જાય છે, પણ થોડી વાર માટે કરેલો એ આક્ષેપ, એ doubt તમારા અનંતકાળને બગાડી શકે છે.

પર્વાવિરાજ પર્યુષણ મહાપર્વ એકરારના પર્યુષણ છે. આજે, આજ સુધી જેના માટે, જે માની લીધું છે, જે ધારી લીધું છે, જેના માટે જે-જે કલ્પનાઓ કરી છે, મનની courtમાં ગુના વગર જેને-જેને ગુનેગાર માની લીધાં છે, તે બધાંનો એકરાર કરી, એ બધાં વિચારોનું, ભાવોનું, કલ્પનાઓનું તસ્સભંતે, પડિક્કમામિ, નિંદામી, ગરિહામિ, અપ્પાણંવોસિરામિ કરી ધ્યો અને પ્રભુની સાથે કરાર કરી લ્યો પ્રભુને વચન આપી ધ્યો કે. 

પ્રભુ! એકરાર કર્યાં પછી હવે જ્યારે હું આપને નમન કરીશ, ત્યારે આપનું અને મારું મન એક થઈ જશે અને પ્રભુ, ત્યારે મારો ભક્ત ધર્મ સાર્થક થઈ જશે. 

ધણાનો મનમાં કોઈને કોઈ વાત કે વસ્તુનો fear હોય. મોટાભાગે fear imaginationનો હોય. મને આમ થઈ જશે તો? મારી job જતી રહેશે તો? મને bussinesમાં loss થશે તો? મારા સંતાનો મારું નહીં માને તો ?

Fear પણ એક પ્રકારનો મનનો દોષ છે. ભગવાને રયફનેિ, ભયને પાપ કહ્યો છે. હિંસાનું પાપ આપણને પાપ લાગે છે પણ `ભય' પાપ લાગતું નથી.

જેનામાં સ્વાર્થ અને સુખબુદ્ધિ વધારે હોય, એનામાં fear વધારે હોય.

ભય આપણને ભગવાનથી અને ભગવાનના ગુણોથી દૂર લઈ જાય છે. 

જ્યાં સુધી વ્યક્તિ ભયમુક્તિ નથી થતી, ત્યાં સુધી તે ભગવાન બનવાની રાહ પર નથી આવી શકતી. 

ભયથી મુક્ત થવાનો ઉપાય શું? 

ભયથી મુક્ત થવાના બે ઉપાય છે.

1. ભયની સામે મહાભય લાવો.

જેમને અંધારાથી ડર લાગે છે, એમને થોડીવાર અંધારામાં એકલા રાખો.

2. અનન્ય શરણદાતા એવા પ્રભુ કે ગુરુના શરણમાં તીયિિક્ષમયિ થઈ જાવ.

જે surrender હોય, તેને ક્યારેય કોઈનો ડર ન હોય!

ભયમુક્તિનો બીજો એક ઉપાય છે, નમોત્થુણંની આરાધના! નમોત્થુણંની આરાધના થાય, એટલે વ્યકિતમાં નિર્ભયતા, શૂરવીરતા અને અડગતા આવી જાય.

મનમાંથી ભય નીકળે, તે શ્રેષ્ઠ છે પણ ભયનું કારણ નીકળી જાય, તે સર્વશ્રેષ્ઠ! 

ભયભીત વ્યક્તિ જ્યારે પ્રભુના કે ગુરૂના શરણમાં સમર્પિત થાય છે, surrender થાય છે, ત્યારે ગુરૂ એના ભયને તો દૂર કરાવે છે, પણ પ્રતિજ્ઞા દ્વારા ભયના કારણને અને ભયના કારણે જે કર્મબંધ થતાં હોય તેનો પણ ક્ષય કરાવે છે. મન પર વિજય પ્રાપ્ત કરાવે છે. 

જે મન મોક્ષ અપાવી શકે છે, એ જ મનને અયોગ્ય વિચારો કરી, સંસારનું કારણ બનાવી દીધું છે. 

એ દરેક પાપકરી અયોગ્ય વિચારોનું પ્રતિક્રમણ કરી, પ્રભુ સમક્ષ એકરાર કરી. મનને નિર્મળ બનાવી, દોષ વિશુદ્ધિની સાધના દ્વારા પર્યુષણ મહાપર્વને સાર્થક કરવા જોઈએ.

જયારે-જ્યારે મન મળ્યું , ત્યારે- ત્યારે પ્રભુ સાથે મન ન મળ્યું એટલે આજે પ્રભુથી દૂર..દૂર...દૂર છીએ.

જ્યારે-જ્યારે મન મળ્યું , ત્યારે- ત્યારે મન મળ્યું વ્યકિતમાં, પદાર્થમાં અને સુખના ભોગમાં!

મનના દોષોનો એકરાર કરી, પ્રભુ સાથે કરાર કરવાનો છે કે, પ્રભુ, હવે આ મન, તારા સિવાય કોઈની સાથે નહીં મળે. 

પ્રભુ! ગુરૂમુખે પ્રતિજ્ઞા ગ્રહણ કરી, મારા મનને ઈચ્છાઓથી અને ભયથી મુક્ત બનાવી, ગુરૂ શરણે સમર્પિત થઈ, મારું મન, મારૂ `મન'ન રહે એવું `ન-મન' બનાવી, તારા ચરણે નમન કરીશ, જેથી તારું અને મારૂ મન એકરાર થઈ જાય!

પર્યુષણ પર્વ સંદેશ
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ
શ્રી નમ્રમુનિ મ.

Print