|
SANJ SAMACHAR | Date: 20-08-2026 Thursday | Rajkot |
|
|
રાજકોટ તા.20
શેરબજારમાં છેલ્લા નવ ટ્રેડીંગ સેશનથી ચાલતી મંદી આજે અટકી હોય તેમ તેજીનો વળાંક આવી ગયો હતો. ઓલરાઉન્ડ લેવાલીની અસરે સેન્સેકસ 700 પોઈન્ટ ઉંચકાયો હતો. સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી થઈ હતી. ક્રુડતેલ ઉછળીને 94 ડોલર નજીક પહોંચ્યુ હતું.
શેરબજારમાં આજે શરૂઆત જ પોઝીટીવ ટોને થઈ હતી. હેવીવેઈટથી રોકડા સુધીના તમામ શેરો ધૂમ લેવાલીથી ઉંચકાતા રહ્યા હતા. એમસીએકસ, પ્રીમીયર એનર્જી, મોતીલાલ ઓસ્વાલ, એચડીએફસી બેંક, યસ બેંક, સુઝલોન, બલરામપુર ચીની, આઈટીસી, ટાટા કેપીટલ, વારી એનર્જીમાં સુધારો હતો. આરઈસી, પીએફસી, ભારત ડાયનેમીક, જીએમઆર એરપોર્ટ, બીએસઈ, વોડાફોન, સન ટીવી, પતંજલી જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 647 પોઈન્ટના ઉછાળાથી 77557 હતો તે ઉંચામાં 77611 તથા નીચામાં 77371 હતો. નિફટી 157 પોઈન્ટ વધીને 24235 હતો તે ઉંચામાં 24265 તથા નીચામાં 24184 હતો.
સોના-ચાંદીમાં સ્પ્રીંગ જેવો ઉછાળો હતો. વિશ્વબજારમાં સોનુ 4493 ડોલર હતું. હાજર સોનુ 4000 વધીને 161700 હતુ. વાયદામાં 158275 હતુ. હાજર ચાંદી 10000 વધીને 244900 હતી. વાયદામાં 238865 હતી. વિશ્વબજારમાં ભાવ 66.60 ડોલર હતો. ગઈરાત્રે વિશ્ર્વબજારમાં એકાએક ટ્રેન્ડ પલ્ટાયાની અસર હતી.
ક્રુડતેલમાં પણ તેજી હતી. ડબલ્યુસીઆઈ ક્રુડ 86.42 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 93.83 ડોલર હતું.