|
SANJ SAMACHAR | Date: 19-08-2026 Wednesday | Rajkot |
|
|
મુંબઇ શેરબજારમાં મંદીનો દોર ચાલુ હોય તેમ વધુ ગાબડા પડ્યા હતા. નીપોલન, પેટીએમ, બીએસઇ, યસ બેંક, ગ્લેક્સો, ચેન્નઇ પેટ્રો, વેલસ્પન, મીલ્કમીસ્ટી, ટાટા કેપીટલમાં ઉછાળો હતો.
હિટાચી, એનર્જી, અદાણી, એનર્જી, સોલાર, સીજી પાવર, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એમસીએક્સ, વોડાફોન, સુઝલોન, આઇટીસી, હિન્દ લીવર, પતંજલી, વારી એનર્જી તૂટ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 390 પોઇન્ટના કડાકાથી 76844 હતો તે ઉંચામાં 77347 તથા નીચામાં 76822 હતો. નિફટી 123 પોઇન્ટના ઘટાડાથી 24031 હતો તે ઉંચામાં 24172 તથા નીચામાં 24025 હતો.નવા લીસ્ટીંગમાં ઇન્વેસ્ટરો માલામાલ થયા હતા. બિહારીલાલ 285ના ઓફરભાવ સામે 63 ટકા, પ્રીમીયમથી 465 તથા શીપ રોકેટ 97 સામે 35 ટકા પ્રીમીયમથી 131 ખુલ્યો હતો.