www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં મંદીનો દૌર : સોનુ વધુ રૂા.1600 તુટયુ, હાજર ભાવ 1.60 લાખની નીચે સરકયું


સેન્સેકસ 500 પોઇન્ટ ગગડયા બાદ આંશિક રીકવર : અદાણીના શેરોમાં દબાણ

સાંજ સમાચાર

રાજકોટ, તા.31
મુંબઇ શેરબજારમાં મંદીનો દૌર યથાવત રહ્યો હોય તેમ આજે પણ માર્કેટ રેડ ઝોનમાં જ રહ્યું હતું તેવી જ રીતે સોના-ચાંદીમાં પણ  વધુ ગાબડા પડયા હતા. 

શેરબજારમાં આજે શરૂઆત નેગેટીવ ટોને થઇ હતી. વિશ્વ બજારોની મંદી સહિતના કારણોસર માનસ સાવચેતીનું હતું અને નવી ઓલરાઉન્ડ લેવાલીની ગેરહાજરીમાં મોટા ભાગના શેરો નીચા સરકતા રહ્યા હતા.

નાણા સંસ્થાઓની લેવાલી જેવા કારણ પણ પોઝીટીવ ઇફેકટ ઉભી કરી શકયા ન હતા. અમેરિકા, ઇરાન એકાદ મહિના બાદ ફરી વખત યુધ્ધે ચડતા અને તેની અસરે ક્રુડ તેલમાં ઉછાળો નોંધાતા તેની પણ વિપરીત અસર પડી હતી.

આવતા દિવસોમાં  યુધ્ધ વધુ ભડકે અને ક્રુડ મોંઘુ થાય તો ભારતીય અર્થતંત્રને ફટકો પડે ઉપરાંત ક્રુડની સપ્લાય પણ અવરોધાય તેવી ભીતિથી સાવધાની સર્જાય હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ હજુ અનિશ્ચિત માહોલમાં છે અને એક તરફી ટ્રેન્ડની સંભાવના નથી. 

શેરબજારમાં આજે એથર એનર્જી, અરવિંદો ફાર્મા, એસ્ટ્રેલ, આઇસીઆઇસીઆઇ બેંક, વોડાફોન, યસ બેંક, કલ્યાણી ફોર્જ, બોદાલ કેમીકલ જેવા  શેરોમાં સુધારો હતો. જયારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી એનર્જી, નેલ્કો, એચડીએફસી બેંક, બીએસઇ, ઇમામી, સન ટીવી, રેલ વિકાસ જેવા શેરોમાં ગાબડા પડયા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેકસ 228 પોઇન્ટ ઘટીને 77036 હતો જે ઉંચામાં 77177 તથા  નીચામાં 76751 હતો. નિફટી 93 પોઇન્ટ ઘટીને 24082 હતો જે ઉંચામાં 24128 તથા નીચામાં 23993 હતો. 

બીજી તરફ સોના-ચાંદીમાં પણ મંદી યથાવત હતી. વિશ્વ બજારમાં સોનુ 443પ ડોલર હતું. લોકલ માર્કેટમાં હાજર સોનુ 159900 હતું. જયારે ચાંદી 243700 હતી. વાયદામાં સોનુ 1630ના ઘટાડાથી 154650 હતું જયારે ચાંદી 800 રૂપિયા ઘટીને 235890 હતી.

Print