|
SANJ SAMACHAR | Date: 18-08-2026 Tuesday | Rajkot |
|
|
રાજકોટ, તા.18
શેરબજારમાં મંદીનો દૌર ચાલુ રહ્યો હોય તેમ આજે મોટા ભાગના શેરોમાં વધુ ગાબડા પડયા હતા અને સેન્સેકસ 400 પોઇન્ટથી વધુ ગગડયો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી, ક્રુડ તેલમાં તેજી, નબળો રૂપિયો સહિતના કારણોની વિપરીત અસર હતી. ટયુબ ઇન્વેસ્ટમેન્ટ, એમસીએકસ, રિલાયન્સ, વોડાફોન, અદાણી પાવર, એકશન કન્સ્ટ્રક્શન , ધુત ટ્રાન્સમીશન, પારસ ડિફેન્સ, ટાટા કેપીટલ વગેરેમાં સુધારો હતો.
આઇનોકસ, સુઝલોન, બીએસઇ, એચડીએફસી બેંક, યસ બેંક, ડાબર, આઇટીસી, રામકો, પતંજલિ, વારી એનર્જી ગગડયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 343 પોઇન્ટ ઘટીને 77384 હતો જે ઉંચામાં 77575 તથા નીચામાં 77275 હતો. નિફટી 90 પોઇન્ટ ઘટીને 24198 હતો જે ઉંચામાં 24269 તથા નીચામાં 24174 હતો. ડબલ્યુટીઆઇ ક્રુડ 84.96 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 90.98 ડોલર હતું.