|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
નવી દિલ્હીઃ બ્રિકસ સમીટમાં ભાગ લેવા અત્રે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને દિલ્હીની મશહુર આઈટીસી મૌર્યા હોટલમાં ઉતારો અપાયો હતો. તેમના સન્માનમાં એક ખાસ ડીશ અને ખાસ ડેઝર્ટ મેનુ તૈયાર કરી પીરસવામાં આવ્યું હતું.
સ્પેશિયલ ડીશમાં ભારતીય પરંપરાને દર્શાવતી ખાસ મીઠાઈઓને સામેલ કરાઈ હતી. પુતીનના સન્માનમાં આઈટીસી મૌર્યાએ ચોકલેટ મેટ્રિયોશ્કા ડોલ્સ પણ તૈયાર કરી હતી. આ રશિયાની પારંપરિક ઢીંગલી છે, જે ત્યાંની સંસ્કૃતિ, એકતા અને વારસાનું મહત્વનું પ્રતીક મનાય છે.
તેને આકર્ષક ચોકલેટ ડિઝાઈનના રૂપમાં તૈયાર કરાઈ હતી. હોટલે ખાસ ચોકલેટ બોનબોન્સ પણ તૈયાર કરી હતી. આ ચોકલેટસમાં એલચી, કેસર, ગુલાબ, આદુ, વરિયાળી જેવા ભારતીય મસાલાનો ઉપયોગ થયો હતો.