www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભૂમિદળના પાંચ અને હવાઈદળના એક જવાન એ ઓપરેશનમાં નમુનેદાર કામગીરી બજાવી હતી

ઓપરેશન સિંદુરમાં છ જવાનો શહીદ થયા હતા : પ્રથમ વખત નામ જાહેર


રાઈફલમેન સુનિલકુમારને મરણોતર વિરચક્ર તથા સાર્જંન્ટ સુરેન્દ્રકુમારને મરણોતર વાયુમેડલ જાહેર કરાયો છે

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.26
પુલવામા હુમલા બાદ ભારતે જે ઓપરેશન સિંદુર પાકિસ્તાન સામે હાથ ધર્યુ હતું તેમાં ભારતના છ જવાનો શહીદ થયા હતા અને પ્રથમ વખત તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ શહીદ થનાર જવાનોમાં સુબેદાર મેજર, પવનકુમાર, રાઈફલ મેન સુનિલકુમાર, લાન્સ નાયક દીનેશકુમાર, અગ્નિવીર મુદ મુરલી અને હવાલદાર સુનીલકુમાર ઉપરાંત હવાઈદળના સાર્જંન્ટ સુરેન્દ્રકુમારનો સમાવેશ થાય છે.

સરકારે પ્રથમ વખત આ શહીદોના નામ જાહેર કર્યા છે અને તેઓને હવે આર્મી વોર મેમોરિયલની સતાવાર વેબસાઈટમાં સ્થાન મળશે. ભૂમિદળના પાંચ અને હવાઈદળના એક જવાન શહીદ થયા હતા.

જેમાં રાઈફલમેન સુનિલકુમારને મરણોતર વિરચક્ર તથા સાર્જંન્ટ સુરેન્દ્રકુમારને વાયુ મેડલ (મરણોતર) અપાયો છે. સમગ્ર ઓપરેશનમાં ભારતે પાકિસ્તાન પર 22 મીનીટ એરસ્ટ્રાઈક કરી હતી અને જવાબ આપવા જતા પાકિસ્તાનના હવાઈ મથકોને ભારે નુકશાન પહોંચાડાયું હતું.

Print