|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
ઉપલેટા તા.14
પ્રાંસલા ગામના સીમ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રૂા.81,300ની રોકડ સહિત કુલ રૂા.1.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રાંસલા ગામની સીમમાં આરોપી જીતેન્દ્રભાઈ અમરાભાઈ વિઝુડા (રહે. વડેખન વાળો) પ્રાંસલા ગામની કેસરીયા સીમ વિસ્તારમાં આવેલ પોતાના કબ્જા-ભોગવટાની વાડીની ઓરડી (મકાન)માં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી લાઈટ- પાણીની તથા જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકીકત મળતા પોલીસે આ દરોડો પાડયો હતો.
જેમાં જુગાર રમતા જીતેન્દ્રભાઈ અમરાભાઈ વિઝુડા (રહે. વડેખન ગામ), સુભાષભાઈ કેશવભાઈ વારશંકીયા (રહે.ગીંગણી ગામ), દેવાયતભાઈ ચનાભાઈ કરોતરા (રહે. ઢાંક), ભાવીન ઉર્ફ ભાયો આલાભાઈ બઢ (રહે. ઢાંક), દેવશીભાઈ સુખાભાઈ ઓડેદરા (રહે. પ્રાંસલા) તથા કાંતીભાઈ મુળુભાઈ ભાદરકા (રહે. જેતપુર કૃષ્ણનગર વિસ્તાર)ને ઝડપી લીધા હતા. જુગાર પટપટ પરથી પોલીસે રોકડ રૂા.81,300 તેમજ મોબાઈલ નંગ 6 કિંમત રૂા.70 હજાર, મળી કુલ મુદામાલ કિં.રૂા. 1,51,300નો કબ્જે કરેલ હતો.
જુગાર દરોડાની આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્ય પીઆઈ જે.પી. રાવ, પીએસઆઈ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, મેહુલભાઈ સુવા, અનીલભાઈ બળકોદીયા, હે.કો. નીલેશભાઈ ડાંગર, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઈ જોષી, શકિતસિંહ જાડેજા તથા અબ્દુલભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી.