|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
શ્રી હરિકોટા, તા.12
દેશ અને દુનિયામાં 'અલનીનોનું જોખમ' તોળાઈ રહ્યું છે ત્યારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્નેગાઈઝેશન (ઈસરો)એ એક સેટેલાઈટ ઈમેજ શેર કરીને ચોંકાવનારી વિગતો શેર કરી દીધી છે.
સેટેલાઈટ ઈમેજમાંથી એવી વિગત મળી છે, જેમાં પેસેફિક મહાસાગરમાં આવેલા પરિવર્તનને સરળતાથી નોંધી શકાય છે. પૃથ્વનીની સપાટીથી 741 કિમી દૂર આવેલા એક સેટેલાઈટમાંથી ઈમેજ લેવામાં આવી છે, જેમાં ભારતીય સેટેલાઈટે એક અલીનોના સંકેત આપ્યા છે.
આ ભારતીય સેટેલાઈટ અલનીનોની દરેક મુવમેન્ટ પર બારિકીથી નજર રાખી રહ્યો છે. વરસાદની પેટર્નમાં બદલાવ અને ભારતીય મોન્સુન પર આની અસર મહેસુસ થાય એ પહેલા જ ISROના EOS-06 સેટેલાઈટ પેસિફિક મહાસાગરમાં થઈ રહેલા બદલાવની સંકેતો આપ્યા છે.
એટલું જ નહીં પેસિફિક મહાસાગરના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સંકેત એવું સાબિત કરે છે કે, દુનિયાના વાતાવરણમાં એક મોટો ફેરફાર થાય એવા પૂરા એંધાણ છે. આની પાછળ અલનીનોની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.
એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે, આવનારા મહિનાઓમાં આ સિસ્ટમ મજબૂત બની શકે છે અને આગળ પણ વધી શકે એમ છે. આની અસર થવાની હજુ બાકી છે.
ઈસરોના આ રિપોર્ટ વિશ્વ હવામાન સંગઠનના એક રિપોર્ટ સાથે મેચ થઈ રહ્યા છે. જુન 2026માં વિશ્વ હવામાન સંગઠને જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2026 સુધીમાં અલનીનો મજબૂત થઈ શકે છે.
આ શક્યતા 80 ટકા સુધીની છે. આ નવું મોડલ મજબૂત અલીનીનો તરફ ઈશારો કરે છે. જુલાઈના અંત મહિના સુધીમાં સંગઠને અનુમાન કર્યું હતું કે, આ સ્થિતિ ઝડપથી મજબૂત બની રહી છે. ઑક્ટોબરમાં આની અસર જોવા મળી શકે છે.