|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.12
ટંકારાના ગજડી ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસ તેની પાસેથી 91 હજાર રૂપિયા રોકડા અને 25 હજારની કિંમતના પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને 1,16,000 મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગજડી ગામે જાહેરમાં ચોકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનાભાઈ હીરાભાઈ જારીયા (39), હકાભાઇ છગનભાઈ જારીયા (37), રાજેશભાઈ ઉર્ફે લાલાભાઇ દેવાયતભાઈ ડાંગર (37) અને લાલજીભાઈ મેરાભાઈ જારીયા (40) રહે બધા ગજડી, કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી (50) રહે. બાલાજી એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 301 ઘુનડા રોડ મોરબી, વિપુલભાઈ સવજીભાઈ ઘોડાસરા (46) રહે. ખાનપર, કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડિયા (34) રહે. નાની વાવડી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 91 હજાર રૂપિયા રોકડા તથા 25 હજાર રૂપિયાની કિંમતના 5 મોબાઇલ ફોન આમ 1,16,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.