|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
મુંબઈ, તા. 9
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે કહ્યું કે જાપાનમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોને અલગથી હોટેલ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, નાગોયામાં ઉચ્ચ શ્રેણીની હોટેલોની અછતને કારણે ક્રિકેટરોના રોકાણ પર સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે આ મામલો ઉકેલાઈ ગયો છે.
તેમણે કહ્યું, આયોજકો જે હોટેલ આપશે, ટીમો ત્યાં જ રોકાશે. અમને ઓસાકા અને ટોક્યોમાં રોકાવાનો બીજો વિકલ્પ મળ્યો હતો, પરંતુ આ બંને શહેર ખૂબ દૂર છે. રહેવાની જગ્યા ભલે ફાઇવ સ્ટાર નથી, પરંતુ સારી અને આરામદાયક છે.