|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એક એવું તારક તત્વ છે, જે આત્માને પાપ અને કર્મોથી બચાવી, પરમાત્મા બનવાની દિશા તરફ ગતિ કરાવે છે.
જૈન દર્શનમાં બે શબ્દ આવે છે ; 1.અર્થદંડ અને 2. અનર્થ દંડ
સંસારમાં હોવાના કારણે જરૂર પૂરતાં જે કર્મો કરવા પડે, તેને કહેવાય અર્થદંડ અને જરૂર વગરના જે કર્મો બાંધીએ તેને કહેવાય અનર્થદંડ !
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આપણને અનર્થદંડના પાપથી બચવાની પ્રેરણા આપે છે.
પરિસ્થિતિના કારણે કદાચ તમારાથી ગુસ્સો થઈ જાય, તો તે અર્થદંડ કહેવાય, પણ પછી એ ગુસ્સાને તમે કલાકો, દિવસો કે મહિનાઓ સુધી મનમાં વાગોળ્યા કરો, તો તે અનર્થદંડ કહેવાય .
આહાર,પાણી, વસ્ત્રો, ઘર આદિ જીવનની જરૂરિયાત છે, તેના માટે જે કર્મ બંધાય તે અર્થદંડ કહેવાય, પણ જે જરૂરી નથી, એવી વસ્તુઓની ઈરછા કરવી, mallના show roomમાં જોઈ એ વસ્તુ પ્રત્યે ગમો કરવો, આ કેવો ‘મસ્ત’ dress છે, કહી praise કરવું એ અનર્થદંડ છે. જે તમે purchase નથી કરતાં, માત્ર praise કરો છો, તેની પણ તમારે કર્મો દ્વારા prize ચૂકવવી પડે છે.
પાપ કરો તે તો ભોગવવું પડે પણ મનથી કરેલી ઈચ્છાના પાપ પણ ભોગવવા પડે.
મનથી કરેલાં દોષો પણ વ્યક્તિને દોષિત બનાવે છે.
એક કહેવત છે, જે ગામ જવું નહીં, તેનું નામ લેવું નહીં. તેમ, જે વસ્તુ લેવી નહીં, તેને મનથી ગમાડવી નહીં!
પોતાની self માટે જરૂરી પાપ કરવા પડે, કેમ કે, એમાં કોઈ option નથી. પણ ઘણાની આદત હોય, બીજાનીlifeમાં
interfere કરી, extra પાપ બાંધે.
જેટલી extra વાતો, જેટલી extra arguements, જેટલું extra interference,એટલાં extra પાપ બંધાય.
જેટલાં show પાપ, એટલો કર્મોનો ભાર વધારે!
કેટલાંકનો સ્વભાવ હોય કે જ્યાં સુધી પોતાની વસ્તુ બધાને તવજ્ઞૂ ન કરે, ત્યાં સુધી ચેન ન પડે. માનો કે, તેણે salad decorate કર્યું છે, તો તેનો photo click કરી Whatsapp, Facebook અનેinstagram upload કરશે.
એક તો વનસ્પતિકાયના જીવોની હિંસા, એમને આપેલું દુ:ખ એ દુ:ખ જ્યારે અનેક વ્યક્તિઓ સાથે share કરો છો, ત્યારે તમારું દુ:ખ તો અનેકગણું વધી જાય છે અને સાથે-સાથે સમૂહમાં બંધાતા કર્મોનું સામુદાનિક પાપ લાગે છે, જે સમૂહમાં ભોગવવું પડે છે. આ છે, અનર્થદંડ!
ઘણાની mentality હોય કે, વજ્ઞયિંહમાં જમવા જવું હોય કે summer vacationમાં hill station જવું હોય તો 5-7friends ને phone કરી, આગ્રહ કરી સાથે લઈ જશે.
કોઈ કારણસર hotelમાં જવું પડે, તે અર્થદંડ કહેવાય પણ ‘ ચાલોને hotelમાં જમવાં જઈએ,’ તે અનર્થદંડ કહેવાય.
અર્થદંડનું પાપ કરવું પડે, પણ અનર્થદંડનું પાપ જેને સંપૂર્ણ વ્યર્થ લાગે, તે પ્રભુનો ભક્ત કહેવાય!
કરવું ‘પડે’, એવા પાપને અર્થદંડ કહેવાય અને કરવું ‘ ગમે’ એવા પાપને અનર્થદંડ કહેવાય.
શુભ કર્તવ્ય, જેમ કે, સેવા, જીવદયા, માનવતા, કોઈની insult કરવી, કોઈનું hurt ન કરવું, કોઈને hurt ન કરવું , એ ગમવું જોઈએ. બીજા પર ગુસ્સો કરવો પણ ન જોઈએ અને કરીને ગમવો પણ ન જોઈએ. દોષો સેવવા પણ ન જોઈએ અને સેવ્યા પછી ગમવા પણ ન જોઈએ.
check કરો, તમારી self ને ! આજ સુધી કયાં-કયાં અને કયારે-કયારે અનર્થ દંડના પાપ થયાં છે ?
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પાપ-દોષો અને ભૂલોનો એકરાર કરવા માટે હોય છે. એક-એક ક્ષતિઓને clean કરવા માટે હોય છે. અને એ ક્ષતિઓ યિાયફિં ન થાય, તે માટે પ્રભુ સાથે કરાર કરવા માટે હોય છે.
હૃદયના સાચા ભાવથી પ્રભુને કહી ધ્યો...
હે પ્રભુ ! Self ઉપર control ન હોવાના કારણે, જ્યાં-જ્યાં મેં જરૂરથી વધારે ઝંખના કરી હોય, જરૂરથી વધારે શોખ કર્યાં હોય, પરિગ્રહનું પરિમાણ ન કર્યું હોય અને અનર્થ દંડના પાપ વધાર્યાં હોય તે સર્વનું તસ્સભંતે પડિકકામિ નિંદામિ, ગરિહામિ અને અપ્પાણંવોસિરામિ ?કરું છું અને પ્રભુ, આપને વચન આપું છું, મારા આત્માને અનર્થદંડના પાપથી બચાવવાનો પુરુષાર્થ કરીશ, પળ-પળ સાવધાન રહીશ અને દરેક વખતે મારા મનને પ્ર?ન કરીશ... ‘આ કરવું જરૂરી છે કે આ કરવું મને ગમે છે ?’
જેટલી necessity છે, તે અર્થદંડ, અને જેટલી facility છે, તે અનર્થદંડ છે.
આજથી lifeમાં એક ગુણધર્મ પ્રગટાવી ધ્યો, ‘મારે જરૂરથી વધારે કાંઈ જોઈતું નથી, જરૂરથી વધારે કાંઈ મેળવવું નથી, જરૂરથી વધારે કાંઈ માગવું નથી, જરૂરથી વધારેની ઈચ્છા કરવી નથી અને જરૂરથી વધારે કાંઈ રાખવું નથી’
ઘણી વ્યક્તિઓને આદત હોય, animalના shape ની cake બનાવે અને પછી એને cut કરે.
ભગવાને કહ્યું છે ;
જીવને કાપવાનું જેટલું પાપ લાગે, એટલું જ પાપ જડને કાપવાનું લાગે.
ગાયને કાપવાનું જેટલું પાપ લાગે, એટલું જ પાપ એક paper ને ફાડવાનું લાગે.
બાળકને રમકડાંની gun આપો અને રમતમાં જ એની રમકડાંની barbie doll કે Mickey mouseનું murder કરે છે તો પણ તેને સાચી gunથી એક વ્યક્તિના કરેલા murder જેટલું પાપ લાગે છે, કેમ કે, એ ભાવથી કરે છે.
આ બધાં અનર્થ દંડના પાપ કહેવાય છે.
જેટલાં મનથી, ભાવથી પાપ કરીએ, એટલાં તનથી ભોગવવા પડે. કેટલીક વ્યક્તિઓ પોતાનો time mobileમાં gossip કરવામાં કે mobileમાં games રમવામાં pass કરતી હોય છે.
Time pass કરવો એ પણ અનર્થદંડ છે.
જે મળેલાં best timeનો, time pass કરે છે, તેમને time જ time મળે એવો ભવ મળે છે.
અનર્થ દંડના પાપથી આત્માને બચાવવા શું કરવું જોઈએ?
અનર્થ દંડના પાપથી આત્માને બચાવવા પળ-પળ જાગૃત રહેવું જોઈએ. પળ-પળ check કરવો જોઈએ કે આ જરૂરી છે કે નહીં? આ necessity છે કે $facility છે?
સામુદાનિક અનર્થદંડના પાપનો ક્ષય કરવા સમૂહમાં સેવા, ભક્તિ, સાધના, આલોચના અને પ્રતિક્રમણ કરવા જોઈએ.
જે પોતાનો સમય સેવા, ભક્તિ, સહાય અને સાધનામાં use કરે છે, તે પોતાના સમયને invest કરે છે.
જે પોતાનો સમય રમવામાં, વાતચીત કરવામાં, gossip કરવામાં use કરે છે, તે પોતાના સમયને waste કરે છે.
જે સમયનો સદુપયોગ કરે છે, તે શુભ કર્મોનું સર્જન કરે છે. જે સમચનો દુરુપયોગ કરે છે, તે અનર્થદંડનું સર્જન કરે છે. જેના જીવનમાં સેવા, ભક્તિ, સાધના અને સહાય હોય છે, તે હંમેશા અનર્થદંડના પાપથી બચી જાય છે અને તયહરને એક પ્રકારનું satisfaction મળે છે.
આત્માને અનર્થદંડના પાપથી બચાવવાની વાત લાગે બહુ સામાન્ય પણ જો lifeમાં apply થઈ ગઈ અને lifeમાં changes આવી ગયાં તો lifeને અસામાન્ય બનતાં વાર નહીં લાગે. અનર્થદંડના પાપથી આત્માને સુરક્ષિત રાખવો, એ જ પર્યુષણની સાર્થકતા છે.