www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હાલમાં જ આરબીઆઈએ માર્કેટમાંથી અંદાજે 10 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે

મની માર્કેટમાં રૂા.11 લાખ કરોડની સરપ્લસ : રોકડ ઉભરાય છે


બેન્કો માટે ચિંતા: નાણાં લાંબા સમય સુધી ઉપયોગ વગરના પડી રહે તો નફા પર અસર કરશે

સાંજ સમાચાર

મુંબઈ તા.11
દેશમાં નાણાકીય બજારોમાં એક તરફ જબરો તનાવ છે તે વચ્ચે મની માર્કેટમાં જે લીકવીડીટી છે તે હવે રૂા.11 લાખ કરોડથી વધી ગઈ છે. જેનો મતલબ એ છે કે સીસ્ટમમાં મોટી રકમ કોઈ ઉપયોગ વગર જ પડી છે. હાલમાં જ રિઝર્વ બેન્કે જે રીતે એનઆરઆઈ ડિપોઝીટની ખાસ ટીમ મારફત 136 બિલિયન ડોલર મેળવ્યા તે વચ્ચે આરબીઆઈએ લીકવીડીટી ઘટાડવા માટે વેરીએબલ રેટ રિવર્સ રિપો મારફત 4.6 લાખ કરોડ 30 દિવસ માટે માર્કેટમાંથી ખેંચી લીધા છે.

અને તેનો ઉપયોગ લિકવીડીટીના ઘટાડામાં ડોલર-રૂપી ખરીદ વેચાણની માર્કેટમાં કરી રહી છે તેમ છતાં માર્કેટમાં લીકવીડીટી ઘટતી નથી. હવે બેન્કો આ જંગી રૂપિયા તેની પાસે પડયા છે તેનો ઉપયોગ અને કમાણી કરવા અસામાન્ય ધિરાણમાં પણ આગળ વધે તો નવી મુશ્કેલી સર્જાશે.

ક્રેડીટ ગ્રોથ વધી રહ્યો છે પરંતુ બેન્કોને મોટી રકમ વણઉપયોગની પડી રહે તે પોસાય તેમ નથી. બેન્કો સામાન્ય રીતે આ પ્રકારની સ્થિતિમાં લાંબાગાળાનું રોકાણ કરવાનું પસંદ કરતી નથી. આ લીકવીડીટીના કારણે બેન્કોના પોલ રેટ પણ પાંચ ટકાથી નીચે ચાલ્યો ગયો છે જે આરબીઆઈના રેપોરેટથી ઓછો છે. જેની સામે લાંબાગાળાની કમાણી મુશ્કેલ બની છે.

 

Print