www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વર્લ્ડ કપની મેચ જોવા રૂા.48 લાખ સેલરી ; બે લોકોને મળી છે આ ડ્રીમ જોબ


કેવિન અકોટો અને ક્નટેન્ટ ક્રિએટર ઓસ્ટિન ફ્રેન્કલિનને પસંદ કરાયાં

સાંજ સમાચાર

ન્યૂયોર્ક, તા. 25
ફૂટબોલ વર્લ્ડ કપના આ જુનૂનમાં જો આ ટૂર્નામેન્ટની તમામ મેચો ફ્રીમાં જોવાની તક મળે અને બદલામાં 50 હજાર ડોલર એટલે કે આશરે રૂા.48 લાખ પણ મળે, તો આનાથી સારું કામ બીજું શું હોઈ શકે! ન્યૂયોર્કમાં ફૂટબોલના બે પ્રશંસકોને આ 'જોબ' કરવાની તક મળી છે.

અમેરિકી બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સ અને જોબ પ્લેટફોર્મ ઈન્ડિડે આ પહેલ શરૂ કરી છે. હજારો અરજદારોમાંથી બે 'નસીબદાર' પ્રશંસકોને આ કામ માટે પસંદ કરવામાં આવ્યાં છે.

આ બે લોકો છે કેવિન અકોટો અને ક્નટેન્ટ ક્રિએટર ઓસ્ટિન ફ્રેન્કલિન. તેમનું કામ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં બનેલાં ખાસ ગ્લાસ ક્યુબમાં બેસીને વર્લ્ડ કપની તમામ 104 મેચ જોવાનું છે.

ફૂટબોલ ફેન્સ સાથે વાતચીત કરવી અને સોશિયલ મીડિયા માટે ક્નટેન્ટ ક્રિએટ કરવું પણ તેમનાં કામનો હિસ્સો છે. આલમ એ છે કે, આ બંને જ્યારે મેચ જોઈ રહ્યા હોય છે ત્યારે હજારો લોકો આ બંનેને લાઈવ જોઈ રહ્યાં હોય છે. કેવિન જણાવે છે કે, આના માટે મેં મારી જોબ પણ છોડી દીધી છે.

Print