www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનાં મેળા માટે રાજકોટ એસ.ટી. વિભાગ 120 એકસ્ટ્રા બસો દોડાવશે


સૌથી વધુ સંચાલન સુરેન્દ્રનગર જિલ્લામાંથી થશે: તા.14થી બસો દોડશે

સાંજ સમાચાર

રાજકોટ તા.10
સૌરાષ્ટ્રનાં વિશ્વ પ્રસિદ્ધ મેળાઓ પૈકીનો એક એવો તરણેતરનો પ્રાચીન અને ભાતીગળ મેળો આગામી તા.14થી શરૂ થઈ રહ્યો છે. ત્યારે, ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા તા.14થી120 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે રાજકોટ એસ.ટી. વિભાગનાં ડીટીઓ હિરીબેન કટારાનાં જણાવ્યા મુજબ રાજકોટ એસ.ટી. વિભાગ તરણેતરનાં મેળા માટે કુલ 120 વધારાની બસો દોડાવશે. રાજકોટથી તરણેતર ઉપરાંત તરણેતરથી હળવદ, તરણેતરથી ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રાથી તરણેતર, ચોટીલાથી તરણેતર, થાનથી તરણેતર અને સુરેન્દ્રનગરથી તરણેતર માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પણ રાજકોટ વિભાગ દ્વારા સૌથી વધુ એકસ્ટ્રા સંચાલન સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ કરાશે. તા.14થી તમામ વધારાની બસો દોડાવવામાં આવશે.

 

Print