www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટોચની એ.આઈ.કંપની એન્થ્રોપીકનો મોટો ઘટસ્ફોટ

એ.આઈ.ની મદદથી ખતરનાક જૈવિક હથીયાર બનાવવાની તૈયારી હતી!


અમારા જ વૈજ્ઞાનિકો ગેરકાનુની રીતે પ્રોજેકટ પર કામ કરતા હતા તે બંધ કરાવ્યું છે : કંપનીનો સ્વીકાર બે ત્રણ વર્ષમાં આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સ ખતરનાક સ્થિતિ સર્જશે : ચેતવણી

સાંજ સમાચાર

વોશીંગ્ટન તા.11
અમેરીકાની આઈટી જાયન્ટ એન્થ્રોપીકનાં એ.આઈ ટુલની મદદથી વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને લોહીનુ એક ટીપુ પાડયા વગર અમેરીકાએ અપહરણ કરીને બાદ પુરા વેનેઝુએલા પર પ્રોકલી શાસન લાદી દીધુ છે. તે સમયથી આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના લશ્કરી ઉપયોગની જબરી ચર્ચા શરૂ થઈ હતી.

હવે ખુદ એન્થોપીકે કબુલ કર્યું છે કે તેમનાં વૈજ્ઞાનિકો એ.આઈ. ટુલની મદદથી બાયોલોજીકલ (જૈવિક) હથીયારો પણ ગેરકાનુની રીતે બનાવી રહ્યા છે.પણ કંપનીએ તે પ્રોજેકટને રોકી દીધા છે. કંપનીએ એકસ હેન્ડલ પર તેની આ કબુલાતમાં થે્રટ ઈન્ટેલીજન્સ રીપોર્ટ જાહેર કર્યા છે અને તેમાં તેના એ.આઈ ટુલ કમાન્ડનો ખોટો ગેરકાનુની ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે તેનો ચિતાર આપ્યો છે.

જેમાં આ ટુલ મારફત સાયબર એટેક, ઈન્સુલન્સ ઓપરેશન (પ્રભાવ પાડવા માટે ખાસ આયોજન જાસુસી,તથા બાયોલોજીકલ હથીયાર બનાવવામાં થઈ રહ્યો છે. અમારા જ વૈજ્ઞાનિકો ગેરકાનુની રીતે આ ટુલની મદદથી બાયોલોજીકલ શો બનાવી રહ્યા હતા કંપનીને તે જાણ થતાં જ તેઓને અટકાવી દેવાયા છે અને અમોએ હવે આ પ્રકારે અમારા ટુલનો ગેરકાનુની ઉપયોગ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા તથા આ માહીતી અન્ય એ.આઈ કંપનીઓ સાથે પણ શેર કરી છે.

જેથી તે પણ ઓળખ બની જશે કંપનીએ જણાવ્યું કે એ.આઈ ટુલનો બહુ ચાલાકીથી ગેરકાનુની રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને તેની ચર્ચા જરૂરી છે. જેથી આ પ્રકારનાં ઉપયોગને રોકી શકાશે.એન્થ્રોપીકનાં જણાવ્યા મુજબ તેમના વૈજ્ઞાનિકોએ જેઓ બાયો સિકયોરીટી નિષ્ણાંતો પણ છે તેઓ અમારા આધુનિક મોડેલ કલોડ-4 ઓપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા જે ભવિષ્યમાં આતંકવાદી પણ ઉપયોગ કરી શકે છે.

આ એ આઈ ટુલથી ખતરનાક વાયરસ પણ કઈ રીતે બનાવી શકાય તે પ્રક્રિયો દર્શાવી શકે છે તથા સીન્થેટીક ડીએનએના નિર્માણમાં તથા તેમાં કોઈ વિઘ્ન સર્જાય તો વૈજ્ઞાનિકો કે નિષ્ણાંતોની મદદ વગર પણ તે જે તે વ્યકિતને વાયરલ જૈવિક હથીયાર બનાવવામાં મદદ કરી શકે છે.

એન્થોપીકનાં સીઈઓ ડારીયો અમોઈએ અમેરીકી સેનેટ સમક્ષની જુબાનીમાં સ્વીકાર્યું છે આગામી 2-7 વર્ષમાં એ.આઈ.ટુલ એટલા શકિતશાળી બની જશે કે બાયોલોજીકલ હથીયાર બનાવવાની ક્ષમતા અને ટેકનોલોજી કોઈ પણ વ્યકિત સુધી પહોંચી જશે જે સીધા માનવતાને ખતરો છે. હાલમાં જ એન્થ્રોપીકનાં સેફટી કરીને કંપનીમાંથી રાજીનામું આપ્યુ કે એઆઈની દુનિયા પર ગંભીર બનાવે છે.

 

Print