www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રના સૌથી પ્રાચીન ગણાતા અને ઋષિઓના મેળા તરીકે પણ પ્રસિદ્ધ તરણેતરના મેળાની તૈયારીઓને આખરી ઓપ


આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ પશુપાલન વિભાગ સાંસ્કૃતિક વિભાગ પોલીસ તંત્ર લાગ્યું કામે: લોકોની સુરક્ષા માટે 2500 થી વધુ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનો તેનાન કરવામાં આવશે

સાંજ સમાચાર

►લોકોની સુરક્ષા માટે 2500 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 1000 થી વધુ હોમગાર્ડ અને જીઆરડી જવાનો મેળામાં કામે લગાવવામાં આવશે - કાલથી રેન્જઆઈજી પણ સુરેન્દ્રનગરમાં

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11

સમગ્ર ગુજરાત રાજ્યના સૌથી પ્રાચીન અને પૌરાણિક મેળો એટલે જ થાનગઢ નો તરણેતરનો લોકમેળો.હવે તરણેતરના મેળાને શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે 14 સપ્ટેમ્બર થી તરણેતરનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે .

ત્યારે તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો ગ્રામીણ ઓલમ્પિક તેમજ પશુ હરીફાઈ સ્પર્ધા માહિતી ખાતાનું પ્રદર્શન તેમજ અલગ અલગ કલાકારો સાથે ડાયરાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી અલગ અલગ કળા અને અલગ અલગ રીતી-રિવાજો પણ મેળામાં વ્યક્ત કરવામાં આવવાના છે ત્યારે આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગ શિક્ષણ વિભાગ સાંસ્કૃતિક વિભાગ અને લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર કામે લાગી ગયું છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે .

મેળામાં આવતા લોકોની સુરક્ષા માટેની તકેદારીના ભાગ સ્વરૂપે તમામ વિભાગોને વહીવટી તંત્ર અને સરકાર દ્વારા સામે લગાવવામાં આવ્યા છે પ્લોટની ફાળવણી થઈ ગઈ છે ત્યારે પ્લોટ વેચાણથી પણ 1.30 કરોડ રૂપિયાની આવક તંત્રને થઈ છે .

મેળાનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે ત્યારે સંસ્કૃતિ અને પૌરાણિકતાઓને ઉજાગર કરતો થાનગઢ નો તરણેતરનો મેળો માણવા માટે વિદેશથી પણ લોકો આવતા હોય છે ત્યારે ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પણ તેમને રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની તૈયારી પણ હવે પૂર્ણ થઈ ગઈ છે દર વર્ષે 200 થી વધુ વિદેશી લોકો મેળો માણવા માટે અને ફોટોગ્રાફી કરાવવા માટે આવતા હોય છે મેળાની વિશેષતા એ છે કે ઋષિઓ નો મેળો પણ આ ગણવામાં આવે છે.

અર્જુન અને દ્રોપદીનું સ્વયંવર પણ થાનગઢમાં તરણેતર ગામે ત્રિનેશ્વર મહાદેવજીના મંદિર ના પટાંગણમાં થયું હોવાની લોકવાયકા છે અને આજે પણ અહીં પુરાવાઓ મળે છે અર્જુને મત્સ્યવેધ તરણેતરમાં કર્યો હતો અને દ્રોપદી મૂળ પાંચાળ પ્રદેશના હતા ત્યારે ઋષિઓ વખતથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે ભજન ભોજન ભક્તિનો અનોખો સંગમ તરણેતરના મેળામાં સર્જાવાનો છે ત્યારે આજની તારીખે પણ અલગ અલગ મંદિરો પોતાની રાવટીઓ લઈ અને તરણેતરના મેળામાં આવે છે અને પોતાની બનતી સેવાઓ ભક્તો માટે કરે છે.

મેળામાં અંદાજિત 10 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં વર અને ક્ધયાને મળવાનો અને પ્રેમ નો મેળો પણ ગણવામાં આવે છે પાંચાળ પ્રદેશના આજુબાજુના ગામડાઓમાં સગપણ કરેલા વર અને ક્ધયા આ મેળામાં ભેગા થાય છે અને મેળો માણે છે વર્ષોથી ચાલી આવતી આ પણ એક પરંપરા છે ત્યારે હવે મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

તંત્રમાં આરોગ્ય વિભાગ શૈક્ષણિક વિભાગ સાંસ્કૃતિક વિભાગ પશુપાલન વિભાગ અને પોલીસ વિભાગને અને ગુજરાત ટુરિઝમ વિભાગને કામે લગાવવામાં આવ્યું છે અને વ્યવસ્થિત રીતે મેળામાં આવતા લોકો મેળો માણી શકે અને કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કાર્યક્રમો સંસ્કૃતિ સાથે ઉજવાય તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.

 મેળામાં આરોગ્ય વિભાગની કામગીરીમાં જોડાશે : ડો.બી.જી ગોહિલ
આરોગ્ય અધિકારી ડો.બનેસંગ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે મેળામાં આવતા લોકોની સુવિધા માટે અને તેમના આરોગ્યની સાવચેતી માટે સ્પેશિયલ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં 100 થી વધુ ડોક્ટરો અને સ્ટાફની ટીમો બનાવવામાં આવી છે.સુરેન્દ્રનગરના તરણેતર ખાતે 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વિશ્વપ્રસિદ્ધ લોકમેળા માટે આરોગ્ય વિભાગે સઘન આયોજન કર્યું છે.મેળામાં 105 આરોગ્ય કર્મચારીઓ 24 કલાક ફરજ પર રહેશે.

મેળા સ્થળે ચાર સારવાર કેન્દ્રો, ચાર એમ્બ્યુલન્સ અને 108 સેવા તૈનાત રહેશે. ડિઝાસ્ટર કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. પીવાના પાણીની ગુણવત્તા માટે ક્લોરીનેશન ચકાસણીની બે ટીમ કામ કરશે. સાયલા, ચોટીલા, થાનગઢ અને મુળીના ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

 રસ્તા ખેંચ લાડવા ખાવાની સ્પર્ધા સાયકલ ચલાવવાની સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન
તરણેતરના મેળામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં રમાતી રમતો અને ગ્રામીણ ઓલમ્પિકમાં સમાવેશ કરી અને રસ્તા ખેંચવા લાડવા ખાવા ખોખો કબડી લીંબુ ચમચી સાઇકલ ચલાવી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યા હોવાનું રમતગમત અધિકારી પાર્થ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.સુરેન્દ્રનગરના થાનગઢ નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન તરણેતર લોકમેળો યોજાશે. આ મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 થી 16 સપ્ટેમ્બર સુધી 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું છે.આમાં 100, 200, 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, રિલે દોડ, લંગડી, કબડ્ડી, વોલીબોલ, માટલા દોડ, નારિયેળ ફેંક, દોરડાકૂદ, કુસ્તી, રસ્સાખેંચ, સ્ટ્રોંગમેન અને લાડવા ખાવાની હરીફાઈ યોજાશે. વિજેતાને સ્થળ પર રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન 
સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુના નાના કલાકારોને સ્ટેજ મળે તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે પાંચળ પ્રદેશ એટલે કે સુરેન્દ્રનગર ચોટીલા થાનગઢ મુળી વિસ્તારના અલગ અલગ મંડળીઓ દ્વારા રાસ હુડા જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે આ ઉપરાંત અલગ અલગ વાજીન્દ્ર વગાડવાની સ્પર્ધા પણ યોજવામાં આવશે અને પડદા જીતનારને નંબર આપી અને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે રાવણહથ્થું જોડિયાપાવા શંખ તુરી એકતારો અને જનતર સહિતના વિવિધ પ્રકારના વાદન શાસ્ત્રનો ઉપયોગ કરનાર ની પણ હરીફાઈ યોજવામાં આવશે અને તેમને પણ ઇનામો આપવામાં આવશે.

પશુ હરીફાઈનું પણ આયોજન 
પશુપાલન વિભાગ દ્વારા પશુ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુ દૂધ આપતી ભેંસો ગાયોના પ્રદર્શન યોજવામાં આવશે આ ઉપરાંત ઊંટ અલગ અલગ પ્રકારની પ્રજાતિ ધરાવતા પશુઓ તરણેતરમાં લાવવામાં આવશે અને તેમનું એનાલિસિસ કરવામાં આવશે ઘોડાનું પ્રદર્શન પણ યોજવા અંગેની વિચારણા શરૂ કરવામાં આવી છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા વધુ દૂધ આપતી ભેંસ હોય અથવા તો જાતવાન ભેંસ કે ગાય હોય અને ઘોડો જાતવાન હોય તો તેને એવોર્ડ પણ આપવામાં આવશે.

નેતાઓમાં મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતના નેતાઓ આપશે મેળા માં હાજરી
તરણેતરનો મેળો ભાતીગળ લોકમેળો ગણવામાં આવે છે એટલે દર વર્ષે મુખ્યમંત્રી મેળામાં આવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રીઓમાં દર્શનાબેન વાઘેલા કુવરજીભાઈ બાવળીયા સહિતના અલગ અલગ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે અને મેળાની મજા માણવા આવવાના છે સાંસ્કૃતિક અને પૌરાણિક કૃતિઓ રજૂ કરતો આ મેળો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે વિદેશથી પણ પર્યટકો મેળો માણવા માટે આવવાના છે અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આ અંગે સ્પેશિયલ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.

 

 

 

Print