www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળ સી.પી. ચોકસી આર્ટસ કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો


સાંજ સમાચાર

વેરાવળ માં સી. પી. ચોક્સી આર્ટ્સ અને પી. એલ. ચોકસી કોમર્સ કોલેજમાં પ્લેસમેન્ટ સેલ, શિક્ષણ વિભાગ, ગુજરાત હેઠળ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 10 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા અને 80 જેટલા રોજગાર વાંછુક વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ કેમ્પમાં હાજરી આપી અને ઇન્ટરવ્યુ આપ્યા હતા. આ પ્લેસમેન્ટ કેમ્પમાં મુખ્યત્વે વેરાવળ મર્કેન્ટાઈલ બેંક, એસબીઆઇ લાઇફ ઇન્યુરન્સ, લેમન ટ્રી હોટેલ્સ, એમઆરએફ ટાયર્સ, પરફેક્ટ ઑટો, ત્રિમૂર્તિ ઑટો, નોબલ કમ્પ્યુટર્સ, જે.કે.શાહ સી.એ. ક્લાસીસ, શિવાજી ઇન્વેસ્ટમેન્ટ જેવા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન સંયોજક પ્રા. ડો. નીતિન સુબા દ્વારા આચાર્ય ડો. જીગર રાવલના માર્ગદર્શન અનુસાર કર્યું હોવાનું યાદી માં જણાવ્યું છે.     (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)

Print