|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
આજે ભાદરવા સુદ બીજ શ્રી રામદેવજી મહારાજના પ્રાગટય દિવસ નિમિતે રણુજા મુકામે બાપાના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. કાલાવડ નજીક આવેલા શ્રી રણુજા મુકામે નવા રણુજા ખુશાલબાપુની જગ્યા તથા જુના રણુજા હીરા ભગતની જગ્યાએ બાપાના દર્શન કરવા માટે દુર દુરના શહેરો તથા ગામડાઓમાંથી ભાઈઓ બહેનો બાપાના દર્શન માટે ઉમટી પડયા હતા.
વહેલી સવારે પાંચ વાગ્યાથી ભકતજનોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો જે રાત્રે મોડે સુધી પણ ચાલુ રહ્યો હતો. બપોરે અને સાંજે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે સંતવાણી અને રામામંડળ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. જેનો હજારો ભકિતોએ લાભ લીધો હતો.
(તસ્વીર: મુકેશ વરીયા-ફલ્લા)