|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
નવી દિલ્હી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું. મોહસીન નકવી, જેમના હાથમાંથી ભારતીય પુરુષ ટીમે 2025ના એશિયા કપ ફાઇનલમાં ટ્રોફી ઉપાડી ન હતી, તેમણે હવે મહિલા ટીમ માટે પણ એવું જ કર્યું છે.
ભારતીય મહિલા ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. નકવીએ એસીસી પ્રમુખ તરીકે ફાઇનલમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને રનર્સ-અપ ચેક આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
નકવી એશિયા કપ 2026 ના ફાઇનલમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેઓ સ્ટેડિયમ પર પણ હાજર રહ્યા હતા અને શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને રનર્સ-અપ ચેક અર્પણ કર્યો હતો. જોકે, જ્યારે ટ્રોફી રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયા ઘણા સમય સુધી તેને સ્વીકારવા માટે બહાર આવી ન હતી.
વધુમાં, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા પણ અગાઉ ભારતીય મહિલા ટીમ સાથે હાજર રહ્યા હતા. નકવી સ્ટેડિયમ પર રહ્યા, પરંતુ ભારતીય ટીમ ટ્રોફી સ્વીકારવા માટે આવી ન હતી.
અગાઉ, 2025 એશિયા કપ દરમિયાન, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી ટ્રોફી લઈને ચાલ્યા ગયા હતા, અને ભારતને હજુ સુધી તે મળી નથી. હવે, મહિલા ટીમે પણ તેમની પાસેથી ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
મહિલા એશિયા કપની ટ્રોફી વિવાદ, નકવીને બે વિકલ્પ અપાયા હતા
મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ટ્રોફી સ્વીકારવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારના મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો.
BCCI સચિવ દેવાજીત સૈકિયાના જણાવ્યા મુજબ ભારત શરૂઆતથી જ નકવી પાસેથી ટ્રોફી લેવાની તરફેણમાં નહોતું. વિવાદ ટાળવા માટે નકવીને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા.
પ્રથમ, ACCના ઉપાધ્યક્ષ ખાલિદ અલ ઝરૂની ભારતીય ટીમને ટ્રોફી આપે અને બીજો, તાજેતરની પરંપરા મુજબ વિજેતા દેશના ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ પોતાની ટીમને ટ્રોફી એનાયત કરે. જોકે, નકવીએ બંને વિકલ્પો નકારી કાઢ્યા અને પોતે જ ટ્રોફી આપવાની જીદ રાખી હતી. પરિણામે પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ટ્રોફી મુદ્દે ગતિરોધ સર્જાયો હતો.