www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શહેરમાં હજુસુધી એકપણ ખાનગી મેળાને મંજુરી નહિ : નિયમો વધુ કડક બનાવાયા


સાંજ સમાચાર

 

#video શહેરમાં હજુસુધી એકપણ ખાનગી મેળાને મંજુરી નહિ : નિયમો વધુ કડક બનાવાયા

રાજકોટમાં જન્માષ્ટમી પૂર્વે ખાનગી મેળાઓના આયોજન માટે તડામાર તૈયારીઓ : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ખાનગી મેળાઓ માટે નિયમો વધુ કડક બનાવાયા : રાજકોટમાં ખાનગી મેળાના આયોજન માટે નવી SOP લાગુ, 15 દસ્તાવેજો ફરજિયાત : દરેક રાઈડના ગેટ પર 5x5 ફૂટનું માહિતી બોર્ડ ફરજિયાત : 13 સભ્યોની સિટી રાઈડ્સ સેફટી અને ઈન્સ્પેક્શન કમિટીની મંજૂરી બાદ જ પરવાનગી : સિટી રાઈડ્સ સેફટી કમિટીમાં વિવિધ વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરાયો : કમિટીની મંજૂરી બાદ જ રાઈડ સંચાલકોને મેળા માટે પરમિશન મળશે : ગત વર્ષે રાજકોટમાં 5 ખાનગી મેળાઓનું આયોજન થયું હતું : આ વર્ષે પણ રાજકોટમાં 5 જેટલા ખાનગી મેળાઓ માટે અરજી પ્રક્રિયા હાથ ધરાઈ : કાયદેસર લાયસન્સ મળ્યા બાદ જ મેળાના દરવાજા ખોલી શકાશે : રાજકોટ શહેરમાં ખાનગી મેળાઓને સત્તાવાર મંજૂરી હજુ મળી નથી : રાજકોટ DCP ક્રાઈમ જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ સેફટી અને ગ્રાઉન્ડ ચેકિંગ બાદ જ મંજૂરી અપાશે : રાજ્ય સરકારની નવી ગેમિંગ ઝોન SOP બાદ રાજકોટ પોલીસ દ્વારા પણ મનોરંજન રાઈડ્સ માટે નિયમો જાહેર કરાયા #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print