www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રેમલગ્ન કરનાર પરિણીતાને મળ્યો અમાનુષી ત્રાસ : પતિ સહિતના સાસરીયાઓએ મારમાર્યો


તને જમવાનું બનાવતા આવડતું નથી કહી પતિ ગાળો આપી મારકૂટ કરતો, સસરા, જેઠ- જેઠાણી ચઢામણી કરી સાથ આપતાં, ગુનો નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ. તા.14
ઉપલેટામાં રહેતી 32 વર્ષીય પરિણીતાને સસરિયાઓ તરફથી અમાનુષી ત્રાસ મળતા અંતે પતિ સહિત ચાર સાસરિયાં સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રેમલગ્ન કરનાર પરિણીતાને તને જમવાનું બનાવતા આવડતું નથી કહી ત્રાસ આપતા હતાં. 

બનાવ અંગે ઉપલેટા રહેતી પ્રિયંકાબેન (ઉ.વ.32) નામની પરિણીતાએ આરોપી તરીકે પતિ ઓસ્માણભાઈ ઉર્ફે આસીફભાઈ હાજીભાઈ હિંગોરા, સસરા હાજીભાઈ ઓસ્માણભાઈ હિંગોરા, જેઠ ઈશા ઉર્ફે ચુક્કુ હાજીભાઈ હિંગોરા અને જેઠાણી રીજવાનાબેન ઈશાભાઈ હિંગોરા(રહે. બધા પાટણવાવ રોડ,સ્ટાર રેસીડેન્સી,ઉપલેટા) ના જણાવ્યા મુજબ તેમણે 12 વર્ષ પૂર્વે ઓસ્માણ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નજીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો છે. 

લગ્ન બાદથી જ પતિ તથા સાસરિયાં તરફથી અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. પતિ ઘરકામ બાબતે તથા તને જમવાનું બનાવતા આવડતુ નથી કહી ગાળો બોલી મારકૂટ કરતા હોવા ઉપરાંત સસરા, જેઠ અને અન્ય સાસરિયાંના સભ્યો પતિને ચડામણી કરતા હતાં.

દીકરીઓના જન્મ બાદ પણ પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ યથાવત રહ્યો હતો. પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી માર મારતા હોવાનો તથા સાસરિયા પતિને ઉશ્કેરીને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 
જેથી અંતે પરિણીતાએ ઉપલેટા 
પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. 

 

Print