|
SANJ SAMACHAR | Date: 28-08-2026 Friday | Rajkot |
|
|
#video શહેરમાં ૭૭ વર્ષીય ભિક્ષુક વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર ઝડપાયો : રમેશ વૈધુકિયાનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો
રાજકોટના આજીડેમ કાંઠેથી મળી આવેલી ૭૭ વર્ષીય વૃદ્ધાની લાશ મામલે આજીડેમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી : વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી રમેશ વૈધુકિયા ઝડપાયો : પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધાનું અપહરણ કરી માર માર્યા બાદ દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો : હત્યા બાદ પુરાવાનો નાશ કરવાનો આરોપીએ પ્રયાસ કર્યો હોવાની પોલીસ તપાસમાં વિગતો : સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ : રમેશ વૈધુકિયાનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ પણ પોલીસ તપાસમાં બહાર આવ્યો : આરોપી અગાઉ ત્રણ જેટલી હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી : ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં પણ આરોપી સામે કાર્યવાહી થઈ હતી : પુરાવાના અભાવે ત્રણ વર્ષની બાળકીના કેસમાં આરોપી છૂટી ગયો હોવાની વિગતો : આ વખતે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કરવાની પોલીસની કવાયત : રીઢા ગુનેગાર સામે કડક કાર્યવાહી અને મજબૂત ચાર્જશીટ તૈયાર કરવાની દિશામાં પોલીસ આગળ વધી #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.