www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બ્રિકસ સમિટમાં મલેશિયાના વડાપ્રધાને કિશોરકુમારનું ગીત ગાઈને દિલ જીતી લીધા


સાંજ સમાચાર

નવીદિલ્હી તા.14
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતીય સંગીત અને હિન્દી ભાષા પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવેલા મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમનો હિન્દી ભાષા પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો હતો.

દિલ્હીમાં નિરાંતની પળો દરમિયાન તેમણે ફિલ્મ `તીન દેવિયા'ંનું લોકપ્રિય ગીત `ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત'ને ગાયું હતું. અનવર ઇબ્રાહિમ નામના એક ભારતીય પિયાનોવાદક સાથે આ ગીત ગાયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જેને લોકોના દિલ જીત્યાં હતા.

હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે છે. તેના એક દિવસ પહેલાં વિદેશી રાષ્ટ્રના વડા દ્વારા લોકપ્રિય હિન્દી ગીત ગાવાની ઘટના ખાસ પ્રતીકાત્મક માનવામાં આવી રહી છે. વર્ષ 1965માં આવેલી ફિલ્મ `તીન દેવિયાં'ના આ ગીતને કિશોર કુમારે પોતાનો અવાજ આપ્યો હતો.

જ્યારે તેના શબ્દો જાણીતા ગીતકાર મજરુહ સુલ્તાનપુરીએ લખ્યા હતા. આ ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. અનવર ઇબ્રાહિમ દ્વારા ગવાયેલા આ ગીતથી તેને ભારતની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેના સન્માન તરીકે જોવામાં આવે છે.

આ પહેલીવાર નથી જ્યારે મજરુહ સુલ્તાનપુરીની કલમમાંથી નીકળેલી કોઈ પણ રચના સોશિયલ મીડિયા પર આટલી ચર્ચામાં આવી હોય. ગયા ઓગસ્ટ મહિનામાં કોલકાતામાં લેન્ડિંગ પહેલાં ઇન્ડિગોના એક પાઇલટે મજરુહ સુલ્તાનપુરીનો પ્રખ્યાત શેર સંભળાવ્યો હતો. તે દરમિયાન મુસાફરો પણ ખુશ થઈ ગયા હતા. ઇન્ડિગોના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી.

Print