www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢ યાર્ડમાં કમળ ખીલ્યુ : `આપ'ના સુપડા સાફ


અગાઉ વેપારી અને સહકારી પેનલમાં ભાજપ બિનહરીફ થયા બાદ ખેડુત પેનલની 10 બેઠકો પણ ભાજપને ફાળે : આપ ઉમેદવારોને 955 મતમાંથી માત્ર 50 મત મળ્યા

સાંજ સમાચાર

જુનાગઢ, તા.11
જુનાગઢ દોલતપુરા સ્થિત માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય થી ભવ્ય વિજય થવા પામ્યો છે, અગાઉ વેપારી અને સહકારી પેનલમાં તમામ બેઠકો ભાજપે બિનહરીફ મેળવી લીધી હતી બાદ ખેડૂત પેનલની તમામે તમામ 10 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભયંકર લીડ થી હરાવી યાડનું સુકાન જાળવી રાખ્યું છે આમ જુનાગઢ યાડ માં ભાજપનો દબદબો યથાવત રહેવા પામ્યો છે.

જુનાગઢ જિલ્લાની અતિ મહત્વની માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પ્રતિષ્ઠા ભરી ગણાતી હોય છે જેમાં ભાજપ સામે આપ અને કોંગ્રેસ પક્ષે પોતાના સાત  ઉમેદવારો ને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર ઉતરવાનો તો ઠીક વિચાર પણ સુધાર ન કર્યો હતો આમ ભાજપ અને આમ આદમી વચ્ચે સિદ્ધિ સામ સામે ટક્કર બની રહી હતી. 

જુનાગઢ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને યાર્ડના પણ પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા એકલા હાથે પ્રચાર કરી ગામડે ગામડે ભાજપ તરફી મતદાન થાય કેવા પ્રયત્નો સહકારી ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા, અત્રે ઉલ્લેખનીએ છે કે અગાઉ ભાજપ દ્વારા વેપારી વિભાગની ચાર બેઠકો અને સહકાર વિભાગની કુલ બે બેઠકો મળી કુલ છ બેઠકો અગાઉથી જ ભાજપે બિનહરીફ મેળવી લીધી હતી.

જ્યારે બાકી રહેલી ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માં 17 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાયો હતો તેમાં કુલ 955 મતદાર હતા જેમાં 914 મતદારોએ પોતાનો મત અધિકાર નો ઉપયોગ કર્યો હતો ખેડૂત વિભાગમાં 95 ટકા મતદાન થવા પામ્યું હતું જે તમામ દસે દસ બેઠકો ભાજપને ફાળે જવા પામી હતી. આમ આદમી પાર્ટી એક પણ બેઠક મેળવવાનો તો ઠીક 955 માંથી માત્ર 50 મતો મેળવી શકી છે 

વેપારી પેનલમાં બિનરી ઉમેદવારોઃ માવાણી સંજય કુમાર વલ્લભભાઈ, દેસાઈ ગોપાલભાઈ છગનભાઈ, ઉનડકટ હરસુખભાઈ જયસુખલાલ, અને દોમડીયા ભાવેશકુમાર હેમંતભાઈ બિનહરીફ અગાઉ થયા હતા. 

સહકારી પેનલ ઉમેદવારોઃ કિરીટ બાબુભાઈ પટેલ, અને કોટડીયા હિતેશભાઈ મથુરભાઈ બંને રીફ થઈ ચૂક્યા હતા.  ખેડૂત પેનલમાં વિજય થયેલા ઉમેદવારોમાં કોટડીયા ઘનશ્યામભાઈ રવજીભાઈ-813 મત,  ગજેરા હરેશભાઈ બાબુભાઈ-819 મત, ગુંદરણીયા જયેશ ભીખાભાઈ-805 મત, ઘોણીયા કેતનભાઇ મધુભાઈ-808 મત, ચોટલીયા કેવલ હરસુખભાઈ-814 મત, ડોબરીયા પરેશભાઈ ભીમજીભાઈ-797 મત, બોઘરા બાબુભાઈ કરસનભાઈ-803 મત, ભાદરકા રાજેશભાઈ લખમણભાઇ-797 મત, ભૂત પરેશભાઈ પ્રવીણભાઈ-782 મત, સાવલિયા રમણીકભાઈ ગાંડાભાઈ-794 મત  ખેડૂત પેનલમાં આપના ઉમેદવારને મળેલા મતોમાં  કાછડીયા હરસુખભાઈ રવજીભાઈ-85 મત, દોમડીયા લીલાવંતીબેન રવજીભાઈ-96 મત, રામાણી ધીરજલાલ પોપટભાઈ-80 મત, રામોલિયા બાબુભાઈ કાનજીભાઈ-82 મત,  સાવલિયા કિશોરભાઈ હરિભાઈ-79 મત, સિધ્ધપુરા કિરીટભાઈ જમનાદાસ-77 મત, હિરપરા રાકેશભાઈ બાબુલાલ-73 મત મળ્યા હતા.

 

Print