|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
જામનગર તા.14
જામનગરમાં શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ અને બેડીગેટ કા રામ ગ્રુપ દ્વારા આ વર્ષે ગણેશોત્સવમાં અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે. શહેરમાં પ્રથમવાર ગણપતિજીને શ્રી રંગનાથ સ્વામીના સ્વરૂપમાં તૈયાર કરી ભક્તોને દર્શન કરાવવામાં આવશે. છેલ્લા પાંચ દિવસથી ગણેશોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ આયોજનમાં 72 ફૂટ લાંબા શેષનાગના સ્વરૂપની કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેના પર ગણપતિરાજ રંગનાથ સ્વામીના સ્વરૂપમાં બિરાજમાન રહેશે. ભક્તોને એક જ સ્થળે ધાર્મિક તથા કલાત્મક કૃતિના દર્શનનો લાભ મળી રહે તે માટે સમગ્ર સજાવટને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ સમગ્ર કૃતિ તૈયાર કરવામાં આશરે 41 દિવસનો સમય લાગ્યો છે. છે. અમૃતલાલ પરમાર અને પરિવાર દ્વારા કારીગરીથી આ સમગ્ર કૃિ શાંતી, થર્મોકોલની આશરે 10 શીટ ઉપરાંત કાપડ, વોટર કલર, પીવી ધ્યાનમાં રાખીને મૂર્તિમાં માટી સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામા આવ્યો છે
આ વર્ષે ગણપતિજીની સાથે રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુશ્યામજી અને સાલાસર બાલાજીના પણ દર્શન કરાવવામાં આવશે. જેથી ગણેશોત્સવ દરમિયાન ભક્તોને વિવિધ ધાર્મિક સ્વરૂપોના દર્શનનો લાભમળી શકશે.