|
SANJ SAMACHAR | Date: 11-09-2026 Friday | Rajkot |
|
|
લંડનના કિંગ્સબરી વિસ્તારમાં શ્રી મહાવીર ફાઉન્ડેશન સંચાલિત શ્રી મહાવીર સ્વામી દેરાસરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. મહાવીર ફાઉન્ડેશનના મુકેશભાઇ કપાસીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. પર્યુષણમાં પરમાત્માની ભવ્ય આંગી રચવામાં આવે છે. ઉપરોકત તસ્વીરમાં મુળનાયક મહાવીર સ્વામીની અત્યંત નયનરમ્ય આંગી રચવામાં આવી તે જોઇ શકાય છે.