|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
જામ ખંભાળિયા, તા. 14: ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી ગણેશોત્સવના તહેવારોનો પ્રારંભ થનાર છે. આને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા પોલીસ અધિકારીઓની ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ પછી શનિવારે સાંજે ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી મિત રુદલાલ, એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી સહિતના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
(ફોટો: કુંજન રાડિયા)