|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
(હિતેશ ગોસાઇ) જસદણ, તા.12
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આગામી તા. 7 ઓક્ટોબર 2026ના રોજ જાહેર જીવન અને જનસેવાને 25 વર્ષ પૂર્ણ થતાં હોય ત્યારે તેમની અગણિત સેવાઓને જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈની સળંગ 25 વર્ષની સેવા એકપણ રજા પાડ્યા વગર રાત દિવસ કરી તેમનું દેશના કરોડો નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓ અને કાર્યકરો માટે કોલર ઊંચો કરી વાત કરી શકાય એવી ગર્વ લેવા જેવી બાબત છે.
વિજયભાઈ રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે આ માટે છેવાડાના નાગરિકોને મદદરૂપ થઈ શકાય તે માટે ભારતીય જનતા પાર્ટીએ સળંગ એક માસ સુધી જબરજસ્ત આયોજન કર્યું છે.
ભારતીય જનતા પાર્ટી મોદીના જે જનહિતના કાર્યક્રમો યોજે એમાં શક્ય હોય એવાં લોકો તન મન અને ધનથી જોડાય અને રાષ્ટ્રની સેવા કરે એવી અંતમાં અપીલ કરી હતી.