www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરના વણામાં મેળામાં ચાલતા જુગારધામ ઉપર ચેકિંગ


દરોડા પાડવા ગયેલી પોલીસના હાથે કાંઇ ના આવ્યું : પોલીસ ગયા બાદ જાહેરમાં જુગાર ચાલુ થઈ ગયા હોવાની ગંધ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.14
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે મેળો યોજવામાં આવ્યો હતો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસ ના દિવસે વણા ગામે આવેલા હનુમાનજીના મંદિર ના પટાંગણમાં છેલ્લા 71 વર્ષથી લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ લોકમેળાનું આયોજન બાપાસીતારામ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

પરંતુ મેળાની અંદર જુગાર ચાલતા હોવાની બાતમી સુરેન્દ્રનગર ડિવિઝનના અધિકારીઓને મળી હતી જેને લઈને અધિકારીઓ દ્વારા મેળામાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાદા ડ્રેસમાં જઈ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા ત્યાં જુગાર રમી રહેલા જુગારીઓ નાસી ગયા હતા.

પોલીસના હાથ કાય લાગ્યું ન હતું પરંતુ ત્યારબાદ પોલીસ જતી રહી અને અલગ અલગ સ્થળો ઉપર જુગારીઓ દ્વારા વોચ ગોઠવી અને મોડી રાત સુધી જુગારધામ ચલાવવામાં આવ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

પોલીસ દરોડા પાડવા ગઈ ત્યારે તમામ જુગારીઓ ભાગી ગયા અને નાસી પણ ગયા ત્યારે પટમાં પડેલી રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ સંદર્ભે લખતર પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી .

બીજી તરફ હાલના તબક્કામાં લખતરમાં પોલીસ મથકમાં કોઈ પીઆઇ સહિતના અધિકારીઓ નથી એટલે વઢવાણ ચાર્જમાં ચાલી રહ્યો છે એટલે જુગારીઓ દ્વારા અલગ અલગ સ્થળો અને હાઇવે ઉપર પોતાના માણસો બેસાડી અને પોલીસની વોચ ગોઠવી અને આખી રાત જુગાર ચલાવવામાં આવ્યા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.

દરોડા પાડવા ગયેલી પોલીસ માત્ર સીમિત પોલીસ અધિકારીઓ સાથે ગઈ હતી જેને જુગારીઓ ભાગી ગયા હતા અને કઈ હાથમાં આવ્યું ન હતું પરંતુ ત્યારબાદ સતત થઈ અને મોડી રાત સુધી જુગાર ચાલ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.

Print