www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતીય મહિલાઓએ ગોલ્ડ ETF માં અઢી ગણું રોકાણ વધાર્યું


માર્ચ 2026 સુધીમાં મહિલાઓના રોકાણમાં ગોલ્ડ ETF નો હિસ્સો વધીને 16.4 ટકા થઈ ગયો છે, જે માર્ચ 2025માં માત્ર 6.4 ટકા હતો

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા. 25
દેશમાં મહિલાઓની રોકાણની આદતોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે મહિલાઓ માત્ર પરંપરાગત બચત સુધી સીમિત નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ અને બજાર સાથે જોડાયેલા રોકાણના વિકલ્પોમાં પણ ઝડપથી નાણાં રોકી રહી છે. ખા

સ કરીને ગોલ્ડ ETF મહિલાઓ વચ્ચે ઝડપથી લોકપ્રિય બન્યું છે. માર્ચ 2026 સુધીમાં મહિલાઓના રોકાણ પોર્ટફોલિયોમાં ગોલ્ડ ETFનો હિસ્સો વધીને 16.4 ટકા થઈ ગયો છે, જે માર્ચ 2025માં માત્ર 6.4 ટકા હતો. આ એક વર્ષમાં અઢી ગણો ઉછાળો છે.

કુલ રોકાણમાં ઝડપી વધારો 
ગોલ્ડ ETFમાં મહિલાઓની વધતી ભાગીદારી વ્યાપક રોકાણ વલણનો પણ એક ભાગ છે. આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ગોલ્ડ ETFમાં રૂા.69,000 કરોડનું નેટ રોકાણ આવ્યું.

આ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષોમાં કુલ મળીને આવેલાં આશરે રૂા.30,213 કરોડ કરતાં પણ વધુ છે. માર્ચ 2026 સુધીમાં કુલ પેસિવ ફંડ સંપત્તિમાં ગોલ્ડ ETFની ભાગીદારી વધીને 12.5 ટકા થઈ ગઈ, જે એક વર્ષ પહેલાં 5.2 ટકા હતી. ગોલ્ડ ઊઝઋની કુલ સંપત્તિ આશરે રૂા.1.71 લાખ કરોડ પર પહોંચી ગઈ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર, માર્ચ 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં આશરે રૂા.2,270 કરોડનું શુદ્ધ રોકાણ આવ્યું.

ચાંદીમાં પણ વધ્યું આકર્ષણ 
મહિલાઓના રોકાણમાં માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદી સાથે જોડાયેલા રોકાણ ઉત્પાદનોની પણ લોકપ્રિયતા વધી છે. માર્ચ 2026 સુધીમાં ચાંદી ETFની સંપત્તિ છેલ્લાં વર્ષની સરખામણીએ 4.2 ગણી વધી. ચાંદીનાં ભાવમાં તેજી, ઔદ્યોગિક માંગ અને સુરક્ષિત રોકાણની માંગ આની પાછળનાં મુખ્ય કારણો રહ્યાં છે.

મ્યુચ્યુઅલ ફંડમાં 1.61 કરોડ મહિલાઓ 
AMFI-CRISIL ફેક્ટબુક 2026 અનુસાર, માર્ચ 2026 સુધીમાં દેશમાં આશરે 1.61 કરોડ મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી હતી. કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા આશરે 6.09 કરોડ હતી.

મહિલાઓની મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં મોટો વધારો થયો છે. માર્ચ 2021માં મહિલાઓ પાસે મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ રૂા.5.84 લાખ કરોડ હતી, જે માર્ચ 2026માં વધીને રૂા.15.88 લાખ કરોડ થઈ ગઈ. એટલે કે પાંચ વર્ષમાં તેમાં આશરે રૂા.10.04 લાખ કરોડનો વધારો થયો.

આવી રહી ઉંમર મુજબની તસવીર 
 * યુવા મહિલાઓ ઇક્વિટીમાં વધુ ભાગીદારી રાખી રહી છે.
 * ઉંમર વધવાની સાથે હાઇબ્રિડ, ડેટ અને ગોલ્ડ જેવા વિકલ્પોની ભાગીદારી વધી રહી છે.
 * 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓના પોર્ટફોલિયોમાં હાઇબ્રિડ ફંડની ભાગીદારી 29.6 ટકા હતી.
 * આનાથી વિપરીત 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ માત્ર 5.4 ટકા રહી.
16 ટકાથી વધુ ભાગીદારી થઈ ગોલ્ડ ETFના કુલ રોકાણમાં.
69 હજાર કરોડનું નેટ રોકાણ આવ્યું નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન.

 

Print