www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડાપ્રધાન મોદીએ સૂચના આપી હતી કે, હુમલાનો સમય તમે નકકી કરો પણ નિષ્ફળતાને સ્થાન નથી

પાક.ના કિરાનાહિલ્સ અણુમથક પર ભારતે ટાર્ગેટ હુમલો કર્યો ન હતો : પૂર્વ CDS અનિલ ચૌહાણ


પાક.ના સરગોધા વિમાની મથકને ટાર્ગેટ કરવા મોકલાયેલા ડ્રોનમાં એક માર્ગ ભટકી ગયું હતું

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.26
પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનની કમર તોડી નાંખી હતી પરંતુ તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને ખાસ સૂચના આપી હતી અને કહ્યું હતું કે, તા.29 એપ્રિલના બેઠકમાં પાકિસ્તાનને મોટો બોધપાઠ શીખવવાનો નિર્ણય લેવાયો હતો અને તેના માટે પાકિસ્તાન વિચારી શકે નહીં તેવો હુમલો કરવા નિર્ણય લેવાયો.

વડાપ્રધાને તે સમયે સેનાને નિર્દેશ આપ્યો હતો કે, હુમલો કયારે કરવો તે તમે નિર્ણય લેજો પરંતુ એ નિશ્ચિત કરજો કે નિષ્ફળતાને કોઇ સ્થાન ન હોય, ગઇકાલે ભારતીય સેનાના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે આ ઓપરેશન અંગે એક રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાનના અણુમથક કિરાનાહિલ્સને ઇરાદાપૂર્વક નિશાન બનાવ્યું ન હતું પરંતુ 10 કિ.મી. નજીક પાસે આવેલ સરગોધા એરબેઝ કે જયાં પાકિસ્તાનના એફ-16 વિમાનનો કાફલો રાખવામાં આવતો હતો તેને નિશાન બનાવવાનો નિર્ણય લેવાયો/

તે સમયે આત્મઘાતી ડ્રોનનો મોટો કાફલો સરદોધાને ટાર્ગેટ કરીને રવાના કરાયો હતો. જેમાં એક ડ્રોન કે જે થોડુ દિશાવિહીન થઇ ગયું હતું તે પોતાનો માર્ગ ભુલીને કિરાનાહિલ્સ પાસે એક પહાડીમાં ટકરાઇ ગયું હતું જેના કારણે પાકિસ્તાનના અણુમથક પર હુમલો થયો હોવાનું માનવામાં આવ્યું હતું.

પરંતુ ભારતે તે ટાર્ગેટ નિશ્ચિત કર્યો ન હતો આમ પ્રથમ વખત ભારતે ઓપરેશન સિંદુર  અંગે મહત્વની માહિતી આપી છે ખાસ કરીને પાકિસ્તાનના અનેક એરબેઝને ખતમ કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે પાકિસ્તાન વળતો હુમલો કરવાની કોઇ હિંમત કરી શકયું નહીં. 

 

Print