|
SANJ SAMACHAR | Date: 27-08-2026 Thursday | Rajkot |
|
|
હાર્વર્ડના વૈજ્ઞાનિકોએ લેબમાં વિકસાવેલા ’મિની-બ્રેન’ને રેકોર્ડ 7 વર્ષ (2,555 દિવસ) સુધી ન માત્ર જીવંત રાખ્યું, પરંતુ તેની ‘બાયોલોજિકલ ક્લોક’ને પણ ટિક-ટિક ચલાવતાં રહ્યાં. આ પહેલાં ઓર્ગેનોઇડ્સને મહત્તમ 694 દિવસ જ જીવંત રાખી શકાયા હતાં.
પ્રયોગ પૂરો થવા પર નિયમો હેઠળ તેને નષ્ટ કરી દેવામાં આવ્યું, પણ આ ‘પ્રૂફ ઓફ કોન્સેપ્ટ’ એ સાબિત કરી દીધું કે માનવ મગજનાં વિકાસનું રહસ્ય હવે પ્રયોગશાળામાં ’લાઈવ’ જોઈ શકાય છે.
મરીના દાણા જેટલું કદ
મરીના દાણા જેટલા આ 3ઉ ઓર્ગેનોઇડ્સને સ્ટેમ સેલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યાં હતાં. સંશોધકોએ ખાસ પોષક દ્રાવણમાં સુધારો કરીને કોષોના પ્રાકૃતિક સંકેતોને જાળવી રાખ્યા
10 લાખ ન્યુરોન્સની સક્રિયતા
ખાસ વાત એ હતી કે થોડા મિલીમીટરના આ મિની-બ્રેનની અંદર 10 લાખથી વધુ જીવંત મગજના કોષો એટલે કે ન્યુરોન્સ 7 વર્ષ સુધી સતત સક્રિય રહ્યાં અને એકબીજાને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલતા રહ્યા.
માનવ બાળપણની નકલ કરવામાં માહિર
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે 5 વર્ષ જૂના કોષોને કોઈ નવા અને શરૂઆતનાં પોષક વાતાવરણમાં રાખવામાં આવ્યાં, તો તેમણે શૂન્યથી શરૂઆત કરવાનાં ઉંમરનાં હિસાબે પરિપક્વ મગજનાં કોષોનું નિર્માણ ચાલું રાખ્યું.
વૈજ્ઞાનિકોએ જ્યારે 6 મહિનાથી 5 વર્ષની ઉંમર વચ્ચે આ ઓર્ગેનોઇડ્સનું વિશ્લેષણ કર્યું, તો જાણવા મળ્યું કે આ કોષો બરાબર એ જ ક્રમમાં પરિપક્વ થઈ રહ્યાં હતાં, જેમ કે માતાનાં ગર્ભથી લઈને શરૂઆતી બાળપણમાં મગજ વિકસિત થાય છે.
તબીબી ક્ષેત્રે આ ફાયદો મળશે
* ઓટિઝમ અને સ્કિઝોફ્રેનિયા જેવી બીમારીઓ બાળપણમાં મગજનાં કયા વળાંક પર આકાર લે છે, તેને હવે લાઈવ જોઈ શકાશે.
* અલ્ઝાઇમર અને ડિમેન્શિયામાં મગજનાં કોષો ઉંમર સાથે કેવી રીતે નષ્ટ થાય છે, તેના ચોક્કસ કારણો અને દવાઓ શોધવામાં ઝડપ આવશે.
* વૈજ્ઞાનિકોનો ધ્યેય પ્રયોગશાળામાં ઓર્ગેનોઇડ્સના વિકાસ ચક્રને ઝડપથી રી-ક્રિએટ કરવાનો છે જેથી દવાઓનું પરીક્ષણ જલ્દી થઈ શકે.