www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તો ગઇકાલે ફકત પાંચ મીનીટના ટ્રેડિંગમાં રૂા.44 લાખનો નફો થઇ ગયો હોત

F&O એક્સપાયરીના દિવસે ’ક્લોઝિંગ ઓક્શન સેશન’ દરમિયાન સેન્સેક્સમાં ભારે ઉથલપાથલ : સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ


સેબી દ્વારા ઓગસ્ટમાં શરૂ કરાયેલી નવી CAS સિસ્ટમ બાદ પ્રથમ માસિક એક્સપાયરી પર શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી; માત્ર 5 મિનિટમાં સેન્સેક્સ 2,200 પોઈન્ટ તૂટ્યો અને ત્યારબાદ 2,000 પોઈન્ટ રિકવર થયો.

સાંજ સમાચાર

મુંબઈ, તા.ર8
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ડેવલપમેન્ટ અથવા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O)કોન્ટ્રાક્ટ્સની પ્રથમ માસિક એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ ડ્રામા જોવા મળ્યો હતો. તાજેતરમાં અમલમાં મુકાયેલા ’ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) દરમિયાન સેન્સેક્સ અને બેન્કેક્સ (બિઝનેસ ઈન્ડેક્સ) માં અત્યંત તીવ્ર ઉથલપાથલ નોંધાઈ હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ટ્રેડર્સ અને રોકાણકારોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે.  

ગુરૂવારે બજારના અંતિમ ચરણમાં બપોરે 3:15 વાગ્યા પછી જ્યારે CAS પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે BSE ના સેન્સેક્સમાં જોરદાર કડાકો બોલાયો હતો.   3:18 PM થી 3:23 PM :માત્ર 5 મિનિટના ટૂંકા ગાળામાં સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ ગાબડું નોંધાવીને નીચે પટકાયો હતો.   3:23 PM થી 3:30 PM : ત્યારબાદની 7 મિનિટમાં ઈન્ડેક્સમાં શાર્પ રિકવરી આવી અને તે 2,000 પોઈન્ટ જેટલો રિકવર થઈ ગયો હતો.  

અંતિમ બંધ: તમામ ઉથલપાથલના અંતે સેન્સેક્સ બુધવારના બંધ ભાવથી 539 પોઈન્ટ ઘટીને 76,934 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.   નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ) પર નિફ્ટીમાં તુલનાત્મક રીતે ઓછી હલચલ હતી. નિફ્ટી 3:18 થી 3:22 વચ્ચે 100 પોઈન્ટ ઘટીને પાછળથી 60 પોઈન્ટ સુધારી 117 પોઈન્ટના ઘટાડા સાથે 24,091 ની સપાટીએ બંધ રહ્યો હતો.  

મુખ્ય શેરોમાં પણ મોટો પછાડો

 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL): સેન્સેક્સમાં સૌથી વધુ વજન (weightage) ધરાવતો આ શેર માત્ર 7 મિનિટમાં 1,289 થી ઘટીને 1,250 (3%નો ઘટાડો) સુધી પહોંચી ગયો હતો. જોકે, બાદમાં તે ઝડપથી રિકવર થઈને 1,286 પર બંધ થયો.  

આ સિવાય HDFC બેન્ક, ITC, અને ભારતી એરટેલ જેવા અન્ય હેવીવેઈટ શેરોમાં પણ આવી જ રીતે તીવ્ર ભાવફેરફાર નોંધાયા હતા.   આટલી મોટી હલચલને કારણે કેટલાક ચતુર ટ્રેડર્સ માટે ત્વરિત કમાણી કરવાનો મોકો બન્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટવીટર) પર એક ટ્રેડરે ગણતરી દર્શાવતા લખ્યું કે:   ‘જો કોઈ ટ્રેડરે બપોરે 3:15 વાગ્યે 1 લાખના મૂલ્યના સેન્સેક્સ 76,500 ના પુટ ઓપ્શન્સ (Put Options) ખરીદ્યા હોત અને 3:20 વાગ્યે બહાર નીકળી ગયો હોત, તો માત્ર 5 મિનિટમાં તેનો નફો 44 લાખ થયો હોત!’

આવા અસાધારણ ફેરફારોને કારણે ટ્રેડિંગ સમુદાયમાં ગેરરીતિ અને મેનિપ્યુલેશન (કિંમતોમાં હેરાફેરી) ની આશંકાઓ ફરી વધી છે. સેબી (SEBI) એ 3 ઓગસ્ટના રોજ સ્ટોક્સના બંધ ભાવ શોધી કાઢવાની નવી પદ્ધતિ તરીકે CAS ની શરૂઆત કરી હતી.   અમેરિકા, જાપાન, જર્મની, યુરોપ અને હોંગકોંગ જેવા વિકસિત વૈશ્વિક બજારોની તર્જ પર ભારતમાં પણ ભાવની હેરાફેરી અટકાવવા અને કિંમત શોધ પ્રક્રિયા (Price Discovery)ને વધુ પારદર્શક બનાવવા માટે આ સિસ્ટમ લાવવામાં આવી હતી.  

આ નવો નિયમ ઋઘ સેગમેન્ટમાં ટ્રેડ થતા આશરે 200 સ્ટોક્સ પર લાગુ પડે છે. બાકીના નોન-ડેરિવેટિવ સ્ટોક્સ માટે જૂની ’વોલ્યુમ વેઈટેડ એવરેજ પ્રાઇસ’ (VWAP) પદ્ધતિ જ ચાલુ છે. પરંતુ, અમલ થયાના પહેલા જ મહિનાથી 3:15 થી 3:30 વાગ્યા વચ્ચે ઇન્ડેક્સમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે, જે માસિક ઋઘ એક્સપાયરીના દિવસે ચરમસીમાએ પહોંચી હતી.  

અંતિમ મિનિટોમાં કિંમતોની હેરાફેરીનો આ વિવાદ નવો નથી. તાજેતરમાં જ સેબીએ જેપી મોર્ગનની સહયોગી કંપની Copthall Mauritius ને સેન્સેક્સ અને તેના શેરોમાં મેનિપ્યુલેશન કરીને અંદાજે 3 કરોડનો ગેરકાયદેસર નફો રળવા બદલ ઝડપી પાડી હતી. તે ઉપરાંત દેશી બ્રોકર માનસી સ્ટોક એન્ડ શેર બ્રોકિંગ પર પણ આ જ પ્રકારની વ્યૂહરચના અપનાવવાનો આરોપ મૂકાયો હતો. સેબીએ બંને પર પ્રતિબંધ મૂકીને 3.8 કરોડ જેટલી રકમ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.   બજારના નિષ્ણાતો અને ટ્રેડર્સનું માનવું છે કે સેબીએ CAS ની પ્રક્રિયા અને તેના સમયગાળામાં જરૂરી સુધારા કરવા જોઈએ જેથી એક્સપાયરીના દિવસે ટ્રેડર્સના હિતોનું રક્ષણ થઈ શકે.  

Print