|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
નવી દિલ્હી, તા.12
અચાનક જ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ માનવજાત સામે કેવો ખતરો છે તે એક બાદ એક નિષ્ણાંતો ઘટ્ટસ્ફોટ કરી રહ્યા છે ત્યારે એક રસપ્રદ સર્વેમાં ખુદ એઆઈ એજન્ટ ટુલને જ તે માનવજાત સામે કેટલો ખતરો તે પુછવામાં આવ્યું હતું અને હાલ ટોચના ચાર એઆઈ ટુલે જે જવાબ આપ્યો તે ચિંતા વધારી દે છે.
બીઝનેસ ઈન્સાઈડર ટીમ દ્વારા આ અંગે હોલીવુડની ફિલ્મ ટર્મીનેટર જેવા કિલર રોબોટની થિયરી ફગાવી દીધી હતી અને જણાવ્યું કે, એઆઈ માનવી સામે સીધો દુશ્મન જેવો વ્યવહાર નહી કરે પરંતુ એઆઈ વધુ ચાલાક બની રહ્યું છે અને તેથી તેનો ખતરનાક ઉપયોગ અને આ ટેકનોલોજી નિયંત્રણ બહાર જાય તો આશ્ચર્ય થશે નહી.
ગુગલના જેમીનીએ ટેકનોલોજી નિષ્ણાંતના હવાલે જણાવ્યું કે, એઆઈ રોબોટ સીધો માનવજાત પર હુમલો નહી કરે. કારણ કે તેનામાં કોઈ નફરત કે વેરની ભાવના નથી. પરંતુ સૈન્ય અને તેવા ઉપયોગથી માનવજાત પર હુમલો કરી શકે છે પરંતુ તે પોતાની રીતે નિર્ણય લે તેવી શકયતા નથી.
તો બીજી તરફ એન્થ્રોપીકના કલોડ અને સ્પેસએકસના ગ્રોથ એ અત્યંત ડરાવનારું વર્ણન કર્યુ છે અને બંને ટુલે કહ્યું કે એઆઈની મદદથી કોઈપણ વ્યક્તિ કે આતંકી સંગઠન મોટી લેબ અથવા તો વૈજ્ઞાનિક ડિગ્રી ધરાવતા નિષ્ણાંતોની મદદથી બાયોવેપન તૈયાર કરી શકે છે જે દુનિયામાં મહામારી ફેલાવી શકે છે.
ચેટ જીપીટીએ જણાવ્યું કે, જો એઆઈનો ઉપયોગ કોઈ સાયબર હુમલા માટે કરવામાં આવે તો દુનિયાભરના પાવરગ્રીડ, બેંકીંગ સીસ્ટમ તથા સંચાર વ્યવસ્થા ઠપ્પ કરી શકે છે જેના કારણે માનવ પર ખતરો વધશે.
આમ ત્રણેયે સંકેત આપ્યો કે, સમસ્યા એઆઈના ખુદના ડિમાન્ડની નથી પરંતુ તેનો કેવો ઉપયોગ થાય છે તેના પર છે. એઆઈ ભવિષ્યમાં પોતાના પર કંટ્રોલ ગુમાવે તો પછી તેને પાછા વાળવાનો કોઈ માર્ગ નહી મળે.