|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
◙ 1200 કી.મી. લાંબી સમુદ્રી પાઈપલાઈનના પંપીંગ સ્ટેશન પર ડ્રોન હુમલા : આગ - ધુમાડાના દ્રશ્યો
તહેરાનઃ અમેરિકા-ઈરાન યુદ્ધમાં એક તરફ હજું હોર્મુઝ જળમાર્ગ બંધ રહેવાથી વિશ્વની ક્રુડતેલ સપ્લાયને મોટો ફટકો પડયો છે અને ક્રુડતેલ એક તબકકે વધીને 108 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે તો અત્યાર સુધી સાઉદી અરેબીયા બાબ-અલ-મંદેબ જળમાર્ગમાં બીછાવેલી પાઈપલાઈનથી તેના ક્રુડતેલને વિશ્વમાં સપ્લાય કરતું હતું પણ ઈરાન સમર્થીત હુથી સંગઠને રેડ-સી-લાલ સમુદ્ર ક્ષેત્રમાં આવેલા વેરીન તથા દુબાબ ટાપુઓ પર કબ્જો કરી લેતા સાઉદી અરેબીયાની આ 1200 કીમી લાંબી પુર્વથી પશ્ચિમ જતી વિશાળ ક્રુડઓઈલ પાઈપલાઈન ખતરામાં આવી ગઈ છે.
તેના મારફત લાખો બેરલ ક્રુડતેલ રોજ વિશ્વને ક્રુડતેલ સપ્લાય કરે છે તેને સાવચેતીના પગલામાં તાત્કાલીક બંધ કરી દેવાની ફરજ પડી છે. આમ હવે હોર્મુઝ બાદ ઈરાને નવો મોરચો ખોલી લેતા સીધુ સાઉદી અરેબીયા પર સંકટ શરૂ થયુ છે.
આ પાઈપલાઈન હોર્મુઝની માફક જ વિશ્વને ક્રુડતેલ સપ્લાયનો એક મહત્વનો માર્ગ છે અને હુથીએ આ ક્ષેત્ર પર હુમલો કરતા રિયાધ તથા મટીનાહુ ક્ષેત્રમાં નુકસાન થયું છે. તેના અંદાજ હવે લગાવાઈ રહ્યા છે પણ ગઈકાલે સાઉદી ઉર્જા મંત્રીએ જાહેર કર્યુ કે સાવચેતીના કારણે આ પાઈપલાઈન બંધ કરી દેવામાં આવી છે. હુથીના હુમલામાં પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન ઉપરાંત અનેક લોકોના મોત થયાનું પણ બહાર આવ્યુ છે.
1980માં નિર્મિત આ પાઈપલાઈન ઈરાન યુદ્ધ સમયે અત્યંત મહત્વની બની ગઈ હતી. સાઉદી અરેબીયા હોર્મુઝને બાયબાય કરી તેનું ક્રુડતેલ પાઈપલાઈન મારફત રેડ-સીના યાનૂબ બંદર સુધી મોકલે છે. જયાંથી ઓઈલ ટેન્કરો મારફત ક્રુડતેલ વિશ્વમાં સપ્લાય થાય છે.
હાલ આ પાઈપલાઈન મારફત દુનિયાની ક્રુડતેલ સપ્લાયના 4થી5% ઓઈલ સપ્લાય થાય છે અને હાલની સ્થિતિમાં રોજના 50 લાખ બેરલ ક્રુડતેલ મોકલાતુ હતુ. હુથીના હુમલામાં પાઈપલાઈનના એક પંપીંગ સ્ટેશન પર ડ્રોનથી નુકસાન થયું છે અને ત્યાંથી આગ-ધુમાડો જોવા મળી રહ્યો છે જેથી ઓઈલ પાઈપલાઈન ને પ્રેસર પણ ઘટી જતા હાલ પાઈપલાઈન બંધ કરી દેવાની ફરજ પડી છે.
હુથી સંગઠન જે ઈરાનના સમર્થનમાં ઈઝરાયેલ સામે લડે છે. તેણે હવે રેડ-સી ક્ષેત્રમાં તેના અંકુશ વધાર્યા છે. હોર્મુઝ બંધ રહેવાથી આ ક્ષેત્રથી ક્રુડ-ગેસની નિકાસ થતી હતી. યમન સ્થિત આ સંગઠન હાલમાં વધુ તાકાતવાર બન્યું છે.
બાબ-અલ-મંદેબના આક્ષેપો આવતા બે મહત્વના ટાપુઓ કબ્જે કરીને તથા બંદરીય શહેર મોચા પર કબ્જો કર્યો છે પણ હોથી એ ખૂબ જ વ્યુહાત્મક રીતે સાઉદી માર્ગ પર જોખમ ઉભુ કર્યુ છે.