www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુલુંડ (મુંબઇ)માં ચાતુર્માસ અર્થે બિરાજમાન ગુરૂભગવંતની નિશ્રામાં

વર્લ્ડ રેકોર્ડરૂપ 1062 માસક્ષમણોની ઐતિહાસિક તપ આરાધના


સાંજ સમાચાર

(આનંદ શાહ)
બારડોલી, તા.24
જૈન શાસ્ત્રોમાં સંસારત્યાગી સંયમીવર્ગ માટે એવાં વૈવિધ્યસભર વિશેષણો મળે છે કે જે એમનાં જીવનની વિશિષ્ટતાને તો ઉજાગર કરે જ. ઉપરાંત વાચકને શ્રોતાને ઉત્તમ જીવન માટેનો સુંદર દિશાનિર્દેશ પણ મળે. સંયમીવર્ગ માટેનું આવું એક વિશેષણ મળે છે એમના પાક્ષિક સૂત્રમાં. પ્રત્યેક સંવત્સરી મહાપર્વ દિને પ્રતિક્રમણમાં જાહેર સ્વરૂપે બોલાતા આ સૂત્રમાં સંયમીઓ માટે એક વિશેષણ છે ‘તપોધન’.

તપોધન એટલે શું? તપ જેમના માટે સાચું ઘન-સંપત્તિ છે એવા સંયમી મહાત્માઓ. ગૃહસ્થનું મન સંપત્તિ પાછળ જેટલું દોડતું હોય એના કરતાંય સંચમીઓનું મન તપ પાછળ અધિક દોડતું હોય. પ્રભુ મહાવીરદેવના સમયના ઘેર તપસ્વી ધન્નાઅણગાર હો, છેલ્લા સૈકામાં થયેલ એમની નાની આવૃત્તિ સમાન જ સમુદાયના જ ભીષ્મ તપસ્વી મુનિવર ધનંજયવિજયજી હો કે વર્તમાનના ચારસો વર્ધમાન તપ ઓળીની નિકટ પહોંચેલ મહાતપસ્વિની સા. હંસકીર્તિશ્રીજી હો : આવા અનેક સંચમીઓના તપને ’ તપોધન’ વિશેષણ ઉજાગર કરે છે. માત્ર એટલું નહિ. તપોધન વિશેષણ અગણિત ગૃહસ્થોને ય તપમાં-દીર્ઘ કઠિન તપમાં જોડાવાનો મસ્ત દિશાનિર્દેશ પણ કરે છે.

આવા દિશાનિર્દેશો હો કે સદગુરૂભગવંતોની પ્રેરણા હો ગૃહસ્થવર્ગ દ્વારા એ જ્યારે પ્રબળપણે ઝિલાય છે ત્યારે કેટલીક વાર પરિણામ કેવું અજોડ-ઐતિહાસિક આવે છે તેનું ઝળહળતું ઉદાહરણ એટલે ઈ.સ.2026ના આ વર્ષે અમારું જ્યાં ચાતુર્માસ છે તે મુલુંડ (મુંબઈ)ના જૈન સંઘમાં થયેલ ‘વર્લ્ડ રેકોર્ડ’ રૂપ 1062 માસક્ષમણો અર્થાત્ સળંગ ત્રીશ ઉપવાસની આરાધના.

મુલુંડના આ વિરાટર્સખ્યક સામૂહિક માસક્ષમણો ત્રણ રીતે વિશિષ્ટ છે : (1) આ પૂર્વે જૈન શાસનમાં અને સમગ્ર વિશ્વમાં ક્યાંય 1062ની સંખ્યામાં માસક્ષમણો પ્રાય: થયા નથી.(2) મુલુંડ કોઈ મહાનગર નથી, મુંબઈ મહાનગરનું એ એક ઉપનગરમાત્ર છે. છતાં ત્યાં 6500 અઠ્ઠમથી પ્રારંભ થઈને 1062 માસક્ષમણો થાય એ સીમાચિહ્નસર્જક ઘટના છે. (3) ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ - લંડન’ના પ્રતિનિધિઓ પ્રારંભથી આતપશ્ચર્યા ને લક્ષ્યમાં રાખી ’વર્લ્ડ રેકોર્ડ’રૂપે એને સ્થાન આપી રહ્યાં છે. આ માત્ર મુલુંડ જૈન સંઘ માટે નહિ, સમગ્ર જૈન શાસન માટે ગૌરવનો સ્વર્ણિમ અધ્યાય છે.

છેલ્લા દશ વર્ષોથી પ્રત્યેક ચાતુર્માસમાં’ અહો માસક્ષમણમ’ અન્તર્ગત સામૂહિક માસક્ષમણો કરાવીએ છીએ. મુલુડેના માસક્ષમણો સહિત એની કુલ સંખ્યા થઈ છે 4305. જો કે, અમે અંત:કરણપૂર્વક દૃઢતાની એમ માનીએ કે આટલા બધા માસક્ષમણો માત્ર ને માત્ર પ્રભુકૃપાનો અને ગુરૂકૃપાનો જ ચમત્કાર શ્રી શંખેશ્વરપાર્શ્ર્વપ્રભુની અને દિવંગત જીવનસર્વસ્વ ગુરૂવર્યો પ્રભાવશાળી આ.ભ.શ્રી ધર્મ-સૂર્યોદયસૂરીશ્ર્વરજી મ.સા.ની કૃપાની કમાલ જ આ અશક્યને શક્ય કરે છે. અમારૂ યોગદાન આમાં માત્ર ને માત્ર શૂન્ય છે.

મુલુંડમાં આ સમૂહ માસક્ષમણમાં સ્કૂલે જતાં બાળકો-યુવાનો-મહિલાઓ-સી.એ.-ડોક્ટર-વડીલો-શ્રીમંતોથી લઈને વૃદ્ધો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે.

Print