www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધવપુર ઘેડ ગામે હાઈવે માર્ગ વધુ જોખમી બન્યો: ખાનગી બસ હડફેટે મહિલાનું મોત


સાંજ સમાચાર

 માધવપુર ઘેડ ગામે ગામના પ્રવેશદ્વાર પાસેથી પસાર થતા હાઈવેમાં સ્પીડ બ્રેકર નહી મુકાતા અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જુના દવાખાના પસાર થતા ગુદાવાવ ઝાપા પાસે સ્કુટરમાં પસાર થતા હંસાબેન અરવિંદભાઈ ભુવા (ઉ.48)ને ખાનગી ટ્રાવેલ્સના બસ ચાલકે હડફેટે લઈ મોત નિપજાવતા બનાવ અંગે અરવિંદ ડાયાભાઈ ભુવાએ બસ ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. હાઈવે ઓથોરીટી દ્વારા આ સ્થળોએ સ્પીડ બ્રેકર બનાવવા માંગ ઉઠી છે.
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર/ઘેડ)

 

Print