www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હેલ્થ ટીપ્સ : યુરિક એસિડના દર્દીઓએ ક્યો જયુસ પીવો જોઇએ ?


ખોટા ખાનપાનથી વધી શકે છે સાંધાનો દુખાવો અને સોજો, યોગ્ય ડાયટ અને નેચરલ ડ્રિંક્સથી યૂરિક એસિડને કરી શકાય છે કંટ્રોલ

સાંજ સમાચાર

નવી દિલ્હી
આજનાં સમયમાં હાઈ યૂરિક એસિડની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવાની સાથે સોજો અને સંધિવા જેવી તકલીફો શરૂ થઈ જાય છે.

આવી સ્થિતિમાં યૂરિક એસિડના દર્દીઓ અવારનવાર પોતાનાં ખાનપાનને લઈને મૂંઝવણમાં રહે છે, કારણ કે ખોટી આહારશૈલી આ તકલીફને વધુ ગંભીર બનાવી શકે છે. તેથી યૂરિક એસિડના દર્દીઓએ એ જાણવું ખૂબ જરૂરી છે કે આ સ્થિતિમાં કયા જ્યુસનું સેવન કરવું જોઈએ.

કેટલાક નેચરલ ડ્રિંક્સ શરીરમાંથી વધારાના યૂરિક એસિડને બહાર કાઢવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે આ કોઈ કાયમી ઈલાજ નથી, પરંતુ જો યોગ્ય ડાયટ લેવામાં આવે તો યૂરિક એસિડને મોટા પ્રમાણમાં કંટ્રોલમાં રાખી શકાય છે.

યૂરિક એસિડને નિયંત્રિત કરવા માટે દર્શાવેલા ફાયદાકારક ડ્રિંક્સ
ટાર્ટ ચેરી જ્યુસ : હાઈ યૂરિક એસિડ કે સંધિવાના દર્દીઓ માટે ટાર્ટ ચેરી જ્યુસ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્થોસાયનિન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે તેને યૂરિક એસિડ કંટ્રોલ કરનારા શ્રેષ્ઠ ડ્રિંક્સમાં ગણવામાં આવે છે.

લીંબુનું જ્યુસ : ટાર્ટ ચેરી જ્યુસ સિવાય તમે લીંબુના રસને પાણીમાં મિક્સ કરીને પી શકો છો. આ એક સસ્તો અને ઉત્તમ વિકલ્પ છે. લીંબુમાં રહેલું વિટામિન ઈ અને સાઇટ્રિક એસિડ કિડનીની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે, જેનાથી શરીરમાં જમા થયેલા યૂરિક એસિડને બહાર કાઢવાની પ્રક્રિયાને સપોર્ટ મળે છે. નિયમિતપણે ખાંડ વગરનું લીંબુ પાણી પીવું લાભદાયી રહે છે.

નાળિયેર પાણી : યૂરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે શરીરનું હાઇડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. આ માટે નાળિયેર પાણી એક સારો વિકલ્પ છે. તે માત્ર શરીરમાં પાણીની કમી પૂરી નથી કરતું, પરંતુ કિડનીને પણ વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. પર્યાપ્ત માત્રામાં પ્રવાહી લેવાથી યૂરિક એસિડના ક્રિસ્ટલ એટલે કે પથરી બનવાનું જોખમ ઘટી જાય છે.

આદુ અને લીંબુનું જ્યુસ : આદુ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. આદુ અને લીંબુનું સેવન શરીરમાં થતા સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. જે લોકોને સંધિવાના કારણે સાંધામાં દુખાવો અને સોજાની ફરિયાદ રહેતી હોય, તેઓ મર્યાદિત માત્રામાં આ ડ્રિંકને પોતાના ડાયટમાં સામેલ કરી શકે છે.

Print