|
SANJ SAMACHAR | Date: 24-08-2026 Monday | Rajkot |
|
|
રાજકોટ તા.24
ખાંડના ભાવોમાં ગત સપ્તાહમાં સર્જાયેલી અભૂતપૂર્વ તેજી બાદ આજે ભાવવધારાને બ્રેક લાગી હતી અને પ્રતિકવીંટલ 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
રાજકોટ તેલબજારના વેપારીઓએ કહ્યું હતું કે આજે લોકલ માર્કેટમાં 6000 ગુણીની આવક હતી. પ્રતિ કવીંટલ ભાવ ગુણીના 6750 થી 6800 તથા મીડીયમનો 6850 થી 6900 હતો.
શનિવારની સરખામણીએ ભાવ નીચા આવ્યા હતા. ખાંડમીલોએ જ ભાવ ઘટાડયા હતા. એકાએક મોટો ભાવવધારો થયો હોવાથી પ્રત્યાઘાતી ઘટાડો અપેક્ષિત છે. કેન્દ્ર સરકારે સ્ટોક લીમીટ ઘટાડવાના તથા આયાતી કરવાના પગલા લીધા છે તેની અસર છે કેમ તે સ્પષ્ટ કરી ન શકાય. ભાવવધારાનો ઉહાપોહ થતા સરકાર એકશનમાં આવે તે સ્વાભાવિક છે.