www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાત સરકારનો મોટો નિર્ણય ક્લાસ-1 અને 2ની વહીવટી ભરતીમાં હવે અનુભવની જરૂરત નહીં રહે


કોઇપણ સ્નાતક સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઇ શકશે

સાંજ સમાચાર

ગાંધીનગર, તા.25
ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ નવા પ્રસ્તાવ મુજબ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ-1 અને વર્ગ-2ની સીધી ભરતી માટે અત્યાર સુધી જે વર્ષોના અનુભવ ની જરૂરિયાત હતી, તેને હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી શકે છે.

અત્યાર સુધીના નિયમો પ્રમાણે, વહીવટી અધિકારી વર્ગ-1ની ભરતી માટે ઉમેદવારો પાસે 5 વર્ષ અને વર્ગ-2 માટે 3 વર્ષનો વહીવટી અનુભવ હોવો અનિવાર્ય હતો. જેના કારણે લાખો લાયક ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહી જતા હતા. પરંતુ, જો આ નવી દરખાસ્ત મંજૂર થશે તો હવે કોઈ પણ પ્રવાહના સ્નાતક ઉમેદવાર આ સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકશે.

આ ફેરફાર પાછળ સરકારનો હેતુ ભરતી પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનાવવાનો છે. આ સાથે જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અનુભવની શરત હટવાથી ૠઙજઈની પરીક્ષામાં બેસતા ઉમેદવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવશે અને પ્રતિભાશાળી યુવાનોને સીધો જ વહીવટી તંત્રમાં જોડાવાનો મોકો મળશે.

Print