www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિધાનસભામાં ઈમરાન ખેડાવાલાએ ‘ભુલ’ કરી હતી: પ્રદેશ પ્રમુખ

ગુજરાત કોંગ્રેસ પુરૂ વંદેમાતરમ ગાશે ! અમીત ચાવડાએ મોવડીથી અલગ સ્ટેન્ડ લીધું


વિધાનસભામાં એક કલાક સુધી વંદેમાતરમ વિવાદ ગાજયો : હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડરથી ખેડાવાલા સામે કાર્યવાહીની માંગ કરી: જબરી બબાલ

સાંજ સમાચાર

રાજકોટ:
 ગુજરાત વિધાનસભામાં ગઈકાલે વંદેમાતરમનો ગાયન સમયે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ફરી બે જ પંક્તિમાં ઉભા રહ્યા બાદ બેસી ગયા તે મુદે આને ગૃહમાં કામકાજના બીજા દિવસે લગભગ એક કલાક સુધી જબરી આક્ષેપબાજી થઈ હતી તો તે વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તથા ધારાસભ્ય અમીત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડરની ચર્ચા સમયે ઈમરાન ખેડાવાલાએ ‘ભુલ’ કરી છે તેવું વિધાન કરવાની સાથે કહ્યું કે વંદેમાતરમના તમામ પાંચ છંદોના ગાયન સમયે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉભા રહેશે અને સન્માન આપશે.

આ વિધાનોથી પણ જબરુ આશ્ચર્ય સર્જાયુ છે. શ્રી ચાવડાનું આ નિર્ણય કે જાહેરાત કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરે જે રીતે ફરી બે કડીઓ સુધી ઉભા રહેવાનો નિર્ણય લીધો છે તેનાથી વિરુદ્ધ છે અને તેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ આ મુદે અમીત ચાવડાનો ખુલાસો પુછે તેવી ધારણા છે.

બીજી તરફ ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે બે જ કડી સુધી ઉભા રહેવાનો નિર્ણય મારો અંગત છે તેને પક્ષ (કોંગ્રેસ) સાથે કઈ લેવાદેવા નથી તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદે પોઈન્ટ ઓફ ઓર્ડરમાં ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી થવી જોઈએ તેવી વિધાનસભા અધ્યક્ષ પાસે માંગણી કરતા હવે અધ્યક્ષ અમીત ચાવડા શું નિર્ણય લે છેતેના પર નજર છે.

આજે ગૃહમાં આ મુદે શાસક ભાજપ તરફથી નાયબ મુખ્યમંત્રી ઉપરાંત બે સિનીયર મંત્રીઓ ઋષીકેશ પટેલ તથા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પર દેશની સંસદે મંજુર કરેલા કાનૂનનો વિધાનસભામાંજ ભંગ કરવાનો આરોપ મુકયો હતો તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર વ્યક્તિગત નિર્ણયને પક્ષ સાથે નહી જોડાવા તથા આ પ્રકારના મુદાઓ પર રાજકારણ નહી રમવાની માંગણી કરી હતી. શ્રી સંઘવીએ જણાવ્યું કે કોંગ્રેસ વંદેમાતરમનો વિરોધ કરીને ગુજરાતના લોકોને ખોટો સંદેશ આપી રહી છે. તેઓએ શ્રી ખેડાવાલા સામે કાર્યવાહીની માંગ કરી હતી.

કોંગ્રેસે લઠ્ઠાકાંડ- ‘આપે’ સીસીટીવી મુદે ધમાલ કરી

 

આજે વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ભાવનગરના લઠ્ઠાકાંડ મુદે ગૃહ બહાર બેનર સાથે લઠ્ઠાકાંડ-હત્યાકાંડ તેવા સૂત્રો સાથે દેખાવો કર્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ વારંવાર લઠ્ઠાકાંડથી લોકોના જીવ જાય છે અને ગૃહમંત્રી રીલ બનાવે છે તેવા આરોપ સાથે ઉડતા ગુજરાતની ઉપમા આપી હતી તો વિધાનસભા ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સીસીટીવી મુદે બુટલેગરોના ઘરે સીસીટીવી લગાવો તેવો કટાક્ષ કર્યો તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો ફટકો મારતા પંજાબના ડ્રગ પેડલરના ઘરે સીસીટીવી લગાવ્યા છે તેવા કટાક્ષ કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો લઠ્ઠાકાંડ મુદે બેનર સાથે ગૃહ નજીક પહોંચ્યા તે સમયે પોલીસે તેમને અટકાવતા જબરી ઝપાઝપી થઈ હતી.

Print