www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળીયાના આરાધના ધામ ખાતે ભગવાન મહાવીર સ્વામી જન્મવાંચનની ભવ્ય ઉજવણી


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 14
ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા સુવિખ્યાત એવા હાલાર તીર્થ આરાધના ધામ ખાતે પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ.પૂ. જૈનાચાર્ય શ્રી વજ્રસેન વિજયજી મ.ની દિવ્યકૃપા તથા પ.પૂ.આ. શ્રી મનમોહનસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આયોજિત પર્યુષણ પર્વના મહાપર્વના શનિવારે પાંચમા દિવસે આ પ્રસંગે ત્રિશલામાતાને આવેલા ચૌદ સ્વપ્નોની ઉલ્લાસભેર ઉછામણી કરવામાં આવી હતી. ત્યાર બાદ શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મનું વાંચન શ્રી શ્રી રમેશભાઈ સાવલાએ ભાવપૂર્વક કર્યું હતું.

સાથે સાથે ટ્રસ્ટી રાજેશભાઈ ખીમસીયાએ સ્તવનો સંગીત, ઢોલ, નગારા સાથે જન્મોત્સવ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરાવી હતી. ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં સ્તવન, ભક્તિગીતો તથા જન્મોત્સવની વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી.

આ પ્રસંગે રિલાયન્સ ટાઉનશિપના સંજયભાઈ કોઠારી સહિત આશરે 100 જેટલા જૈન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમપૂર્વક ઉજવણીમાં સહભાગી બન્યા હતા. પ્રસંગે મોટી સંખ્યામાં ચડાવા પણ થયા હતા.

પ્રભુશ્રી મહાવીર સ્વામીની આંગીનો લાભ સુધીરભાઈ પંડ્યા, પાનીબેન વજાભાઈ ગડા તથા હાર્દિક મહીપતભાઈ શાહે લીધો હતો. તેમજ મોતીચૂરના લાડુની પ્રભાવના રિલાયન્સ ટાઉનશિપના નમ્ય સાગર શાહ પરિવાર તરફથી કરવામાં આવી હતી. આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સ ટાઉનશિપના જૈન પરિવારો તથા હાલાર તીર્થ આરાધના ધામ પરિવાર દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
 (ફોટો: કુંજન રાડિયા)

 

Print