www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પશુ આહારમાં ભેળસેળ કરનારાઓ સામે સરકારની લાલ આંખ


‘ગુજરાત પશુધન આહાર વિધેયક’ને સર્વોત્તમ ડેરીના સ્થાપક-ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે આવકાર્યું

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.12
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજ્યના પશુપાલકોના આર્થિક હિત અને પશુધનના સ્વાસ્થ્યની સુરેક્ષા માટે વિધાનસભામાં ઐતિહાસિક ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી)ના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે આ વિધેયકને પશુપાલન ક્ષેત્ર માટે ક્રાંતિકારી ગણાવી હૃદયપૂર્વક આવકારી અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત શ્વેતક્રાંતિ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે અને લાખો પરિવારોની આજીવિકા પશુધન પર નભે છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં નકલી, મિલાવટવાળો અને હલકી ગુણવત્તા ધરાવતો પશુ આહાર વેચીને પશુપાલકો સાથે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું હતું. આ ભેળસેળ અને ભ્રામક લેબલિંગ અટકાવી મુંગા પશુઓના આરોગ્યની રક્ષા કરવાના હેતુથી સરકાર દ્વારા આ કડક કાયદો લાવવામાં આવ્યો છે.

આ નવા કાયદા મુજબ પશુ આહારના ઉત્પાદન કે વેચાણ માટે પશુપાલન વિભાગ પાસે થી કાયદેસરનું લાઈસન્સ મેળવવું ફરજિયાત બનશે. ભેળસેળ કે ગુણવત્તા વગરના આહારના કિસ્સામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરતા  થી  વર્ષ સુધીની સખત જેલની સજા અને રૂ.  થી  લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મુકાશે તેમજ ક્વોલિટી કંટ્રોલ અને યોગ્ય અમલીકરણ માટે ઉચ્ચ સ્તરીય નિષ્ણાત હાઈ-લેવલ કમિટીની રચના કરાશે.

આ કાયદો માત્ર ગુજરાતમાં બનતા પશુ આહાર જ નહીં, પરંતુ અન્ય રાજ્યો કે વિદેશથી આવતા આહાર પર પણ સમાન રીતે લાગુ પડશે, જેથી પશુપાલકોને વાજબી કિંમતે શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે. સર્વોત્તમ ડેરી પરિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ પશુધન હિતકારી નિર્ણયને બિરદાવ્યો છે.

 

Print