www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાલપુરના નવાગામમાંથી બે લાખના સામાનની ચોરી


સાંજ સમાચાર

જામનગર તા.14
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ ખાતે ખાનગી કંપનીના એરિયામાંથી રૂ.2.06 લાખનો સામાન ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે બનાવ સ્થળ આજુબાજુના સીસિટીવીનાઆ આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગ્લાસ ફેક્ટરી વિભાગમાં ત્રાટકેલા તસ્કરો સબસ્ટેશનમાંથી ધાતુની પ્લેટો, ક્લેમ્પ, ગ્લાન્ડ અને લાઇટ સહિતનો મુદ્દામાલ ઉસેડી જતા તપાસ શરૂ કરાઇ છે.

લાલપુરના નવાગામની સીમમાં આવેલી ખાનગી કંપનીના ડીપી-02ના સબસ્ટેશન નં.3માંથી એકાએક વિવિધ ધાતુની પ્લેટો સહિતનો સામાન ગાયબ હોવાનું ધ્યાને આવતા જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અને કંપનીમાં નોકરી કરતા શિવમકુમાર પ્રભાષસિંહ રાજપુત (ઉ.વ.29)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તા.10/07/2026 ના થી તા.12/09/2026 ના સમયગાળા દરમિયાન ખાબકેલા આરોપીઓ 1240 એમએમની આશરે 15 કિલો વજનની ચાર પ્લેટ, 1010 એમએમની 11 કિલો વજનની ચાર પ્લેટ, 780 એમએમની આશરે 9 કિલો વજનની બે પ્લેટ મળી રૂ.91 હજારની 10 પ્લેટ, ઉપરાંત એસએસયુ ક્લેમ્પ 30, એસ.એસ.એમ. ગ્લાન્ડ 30 તથા બજાજ હાઈવે 120 વોલ્ટની આઠ લાઈટ સહિત કુલ રૂ.2.06 લાખનો સામાન ચોરી ગયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

 

Print