www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોડ શિવા લોર્ડ ક્રિષ્ના


સાંજ સમાચાર

શિવ અને શ્રીકૃષ્ણ, બન્ને ઉંચ છે અને બન્નેની મહિમા અલગ છે. શ્રીકૃષ્ણ, શ્રીરામ શિવની આરાધના કરે છે, તો વળી હનુમાન, ગણેશને શિવ પુત્ર કહે છે અને સર્વ દેવીઓને શિવશકિતઓ કહે છે. આમ શિવ રચયિતાની જેટલી મહિમા કરીએ એટલી ઓછી છે તો રચના શ્રીકૃષ્ણની મહિમા પણ ખુબ છે.

પરમાત્માની મહિમા અપરંપાર કેવી રીતે?
આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ ભકતજનો અતિ ભાવના, શ્રધ્ધા અને વિશ્વાસપૂર્વક નિરાકાર, ભગવાન પરમાત્મા શિવની પુજા અર્ચના અને ભકિત કરે છે. સર્વ આત્માઓના પિતા, પતિતપાવન, સર્વના સદગતિ દાતા, મુકિતદાતા, પાપકટેશ્વર, અમરનાથ, બબુલનાથ એક શિવ ભોલાભંડારી છે. જે કદી કોઈને દુઃખ આપી ન શકે તેઓ સૌના દુઃખહર્તા છે, તેઓ સદા શિવ અર્થાત સદા સૌનું કલ્યાણકારી છે, હિતકારી છે.

તેઓ દેવોના પણ દેવ મહાદેવ છે કે અર્થાત ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના પણ રચયિતા છે આથી જ શિવને ત્રિમૂર્તિ શિવ કહે છે. તેમની મહિમા અપરંપાર છે. આમ શિવના અનેક કર્તવ્ય અને ગુણવાચક નામ છે. તેઓ સ્વયંભૂ(શિવ શંભુ) અર્થાત જેમના કોઈ માતા-પિતા, ગુરૂ નથી તે જ સર્વના માત-પિતા, સતગુરૂ છે અને પરમધામ, મુકિતધામ, શાંતિધામ કે જે એક જ છે તેમના નિવાસી છે આથી તેમના માટે કહેવાય છે-

ઉંચા તેરા ધામ, ઉંચા તેરા નામ, ઉંચા તેરા કામ... આમ શિવ વિશે આપણે આ માસના સર્વ લેખોમાં જોઈ વાંચી રહ્યા છીએ. શિવનું અવતરણ ભારતમાં થયુ તેથી જ ભારતમાં હજારો શિવ મંદિર બંધાયા છે. એ સર્વશકિતમાન જે દેશમાં આવે છે તે ભારતની મહિમા પણ અપરંપાર છે. ભારત સારા વિશ્વનું તીર્થધામ છે. ભારત એ દેવી-દેવતાઓની ભૂમી સ્વર્ગ ભૂમી છે. દેવી-દેવતાઓમાં એ વિશેષ અપરંપાર મહિમા શ્રીકૃષ્ણની છે કે જેની ખુબ ભકિત થાય છે.

શ્રીકૃષ્ણની મહિમા અપરંપાર કેવી રીતે?
શ્રીકૃષ્ણ દેવ કે જે વૈકુંઠ અથવા સ્વર્ગના પ્રથમ પ્રિંસ(રાજકુમાર) છે આથી તેમને લોર્ડ ક્રિષ્ના પણ કહે છે. આમ શ્રીકૃષ્ણની મહિમા પરમાત્મા શિવથી ભિન્ન છે અને મહાન છે. શિવ પિતા છે અને શ્રીકૃષ્ણ કે જેમણે ગોપેશ્વરમાં શિવની આરાધના, લિંગ બનાવીને પુજા કરી. બન્નેની યાદગારમાં અનેક મૂર્તિઓ, ચિત્રો અને અનેક મંદિરો બંધાયા છે. આજે શ્રીકૃષ્ણ જ્ન્મોત્સવનો ઉત્સવ દેશ-વિદેશમાં પણ મનાવાઈ રહ્યો છે.

શિવને પુરા વિશ્વમાં, અન્ય થર્મમાં પણ પ્રકાશ(લાઈટ)ના રૂપે સૌ સ્વીકારે છે. જયારે કે શ્રીકૃષ્ણ તો તેમના સમયના વૈકુંઠવાસીઓના અને તેમના કુળના આકર્ષિત કરનારા, શ્રેષ્ઠ અતિ પ્રિય દેવતા છે.

ખાસ તો ભારતમાં શ્રીકૃષ્ણ સાથે સર્વ સંબંધ જેવા કે ભાઈ, મિત્ર, બાળક કે પતિ કે સાથીના રૂપે સૌ કોઈ ઈચ્છે કે તે જ મળે. ભારતમાં માતા-બહેનો તો કૃષ્ણને ઝૂલામાં ઝુલાવી પોતાનો પ્યાર જ્તાવે છે.

શ્રીકૃષ્ણને `શ્યામસુંદર`, `મનમોહન`, ચિત્તચોર` વગેરે નામથી પોકારે છે. શ્રીકૃષ્ણની સુંદરતા તો સૌને મોહી લે છે. નવી સતયુગી દેવતાઓની દુનિયામાં જ્ન્મેલા શ્રીકૃષ્ણના દરેક અંગોમાં મધુરતા ભરી છે આથી તેમની મહિમાના રૂપે વલ્લભાચાર્ય સમ્પ્રદાયના વૈષ્ણવજ્નો તો મધુરાષ્ટક ગાય છે.

શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ અર્થાત પૃથ્વી પર દેવને જન્મ આપનાર. આમ દેવકીનું આઠમું બાળક એટલે શ્રીકૃષ્ણનો જ્ન્મ ભારતમાં મથુરામાં થયો. શ્રીકૃષ્ણનો જન્મ અન્ય દેવીદેવતાઓની જેમ વિકારોથી નહી પરંતુ યોગબળથી થયો હતો.

આજે જયારે જ્ન્માષ્ટમીના દિવસે જે નાના-મોટાં બાળ પવિત્રરૂપને મોર મુગટ પહેરાવી, હાથમાં મુરલી આપે છે, લોકોનું મન તો તે સમયે તે બાળકને ન જોતાં તેને ભૂલીને કેટલીક ક્ષણો માટે શ્રીકૃષ્ણ પ્રત્યે જ આકર્ષાય છે. સુંદરતા તો આજે પણ અનેકોમાં જોવા મળે છે પરંતુ શ્રીકૃષ્ણ તો સવાઁંગ સુંદર હતાં અર્થાત તેમનું શરીર અને મન સમ્પૂર્ણ નિર્વિકારી હતા.

સર્વ ગુણ સમ્પન્ન, સોળે કળાંએ સમ્પૂર્ણ એવાં શ્રીકૃષ્ણનું અનુપમ સૌંદર્ય તથા તેમની મધુરતા, હર્ષિતમુખતા તથા ગુણોની કારણે પણ આજની બનેલી પત્થરની શણગારેલી મૂર્તિ પણ ચિત્તચોર બની જા ય છે. શ્રીકૃષ્ણ જોે ઓ સર્વના પ્રિય, સર્વના દિલ પર રાજ કરનાર દેવતા બન્યા છે. મહાન કર્મયોગી શ્રીકૃષ્ણની આત્માએ જ્રૂર તેમના આગલા જન્મમાં એવો ઉચ્ચ પુરૂષાર્થ કર્યો હશે કે જેથી તેઓ વિશ્વ મહારાજનની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થઈ!

સમ્પૂર્ણ નિર્વિકારી, મનના દેવતા એવા શ્રીકૃષ્ણ
આ કળિયુગમાં તો એક સ્ત્રણ એવા મનુષ્ય નહી હોય કે જેની વૃતિ, દ્રષ્ટિ કે સંકલ્પ કલુષિત ન થઈ હોય. પરંતુ શ્રીકૃષ્ણની મહિમા-સ્તુતિમાં ગાઈએ છીએ કે જેમની દ્રષ્ટિ, વૃતિ કોઈપણ સમયે કલુષિત થઈ ન હતી. ગોપીના વો હર્યા પરંતુ તે કોઈ કલુષિત મનની વાત ન હતી. શ્રીકૃષ્ણના મન પર કદી ક્રોધનો પ્રહાર ન થયો, ન કદી લોભનો ડાઘ લાગ્યો. આમ તેઓ નષ્ટમોહા, નિરંહકારી હતા

આમ કહી શકાય શ્રીકૃષ્ણમાં લેશમાત્ર પણ વિકાર ન હતો. તેમનુ શરીર જ નહી પરંતુ તેમના મનમાં પણ દેવત્વ હતું. તેથી તેઓને મર્યાદા કે પૂર્ણ પુરૂષોતમ જ કહીશું. શ્રીકૃષ્ણના ચિત્તને જોતા જ નયનો શીતળ થઈ જાય છે. જેમની મૂર્તિના ચરણોને ધોઈ ભકતજનો ચરણામૃત લઈ સ્વયંને ધન્ય માને છે. હવે જો વાસ્તવિક સાકાર રૂપમાં શ્રીકૃષ્ણ અહી આવી જાય તો કેટલો સુખમયી, આનંદમયી, અને સોહામણો સમય આવી જાય હો!

સોહામણો શ્રીકૃષ્ણ ફરી આવી રહેલ છે!
સર્વ રીતે, લાડલા શ્રીકૃષ્ણની ડિગ્રી જ ઉચ્ચ છે. સર્વ ગુણ સમ્પન્ન, સોળે કળાએ સમ્પૂર્ણ, સમ્પૂર્ણ નિર્વિકારી, અહિંસા પરમોધર્મ, મર્યાદા પુરૂષોત્તમ...સ્વયંને તેમના સાથે ગોપ, ગોપીઓના રૂપમાં જોઈએ અને તે માટે તેમના જેવા આ સર્વ લક્ષણોને જીવનમાં ધારણ કરીએ કારણ કે એ મહાભારી મહાભારત યુધ્ધના એંથાણ તો સૌ જોઈ રહ્યા છીએ.

તેમના બાદ સૃષ્ટિ પર ફરી નવો સ્વર્ણિમ યુગ આવી રહ્યો છે કે જયાં પીપળના પત્તા પર અર્થાત ભારતની પવિત્ર ભૂમી પર, જયાં યથા રાજા અને સૌ પ્રજા એક રાજય, એક ધર્મ, એક ભાષા, એક મતથી એકતા સાથે રહેતા હશે; અને વિશ્વમાં ફરી સુખ, શાંતિ, પવિત્રતા, પે્રમ અને સમૃધ્ધિની સ્થાપના થશે.

આ માટે આપણે સ્વયંના જ પરિવર્તનની જ્વાબદારીનો સ્વીકાર કરીએ અને સ્વયંને શ્રીકૃષ્ણ સમાન ગુણવાન અને દર્શનીયમૂર્ત બનાવીએ. તેવા શુધ્ધ સંકલ્પ સાથે સર્વને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

Print