|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ, તા.12
સોમવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણપતિ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. ઠેર ઠેર મંડપો બાંધવામાં આવ્યા છે. આ વખતે ગણેશ ઉત્સવ બાર દિવસ સુધી ચાલશે. આ વખતે ચિત્રા નક્ષત્રમાં બ્રહ્મ યોગમાં ગણેશ ચોથ સર્વોતમ છે. રાજકોટમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવનાર છે. વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
ગોંડલ
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તહેવારની ભવ્ય ઉજવણી બાદ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ગણતરી ના દિવસો બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે વિઘ્ન હર્તા ગણેશજી ની આકર્ષક તેમજ બેનમૂન પ્રતિમાઓ તૈયાર થઇ રહી છે. કારીગરો પ્રતિમામાં જાણે પ્રાણ પૂરી રહ્યા હોઈ તેમ મૂર્તિઓ તૈયાર કરવા માં આવી રહી છે જાણે ગામેગામ અને ઠેર ઠેર શેરી ગલીઓમાં ગણપતિજીના પંડાલ પણ નાખવામાં આવશે. ત્યારે ગોંડલના વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવને લઇ ભારે તૈયારીઓ જોવા મળી રહી છે.
ગોંડલ શહેરમાં ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાય તેવા શુભ આશયથી મૂર્તિકારો એ 1 ફૂટ લઈ 10 ફૂટ ની મૂર્તિઓ તૈયાર કરી દીધી છે મૂર્તિકાર કાનભાઈ જણાવ્યું હતું કે નાની એક મૂર્તિ બનવતા 10 થી 12 કલાક જેટલો સમય લાગે જયારે મોટી મૂર્તિ બનાવવા માટે 4 થી 5 દિવસ જેટલો સમય લાગે છે .
આ માટે મૂર્તિમાં ચીનાઈ માટી, પી.ઓ.પી માટી, કાથી નો ઉપયોગ કરવામાં આવે છે. આખા વર્ષ દરમ્યાન નાની મોટી 500 જેટલી મૂર્તિઓ બનાવે છે. જે ગોંડલ તેમજ ગોંડલ તાલુકા, ઉપરાંત જેતપુર, ધોરાજી, વેરાવળ, સોમનાથ, રાજકોટ, જસદણ, સુરત સહિત ના શહેરો માંથી મૂર્તિઓ લેવા આવે છે. મૂર્તિમાં કલર ફોરેસન કલર, મારુતિ ચમક વાળો કલર નો ઉપયોગ થાય છે.