www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ફોલ્ડેબલ આઈફોનની ડિસ્પ્લે પેનલ સેમસંગની


અમેરિકી કંપનીએ પણ ઉચ્ચ ગુણવતાની ડિસ્પ્લે પેનલ માટે હરિફ કંપનીનો સહારો લેવો પડયો

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.12
સેમસંગના ફોલ્ડેબલ ફોન સામે હવે એપલે બે દિવસ પહેલા જ તેના ફોલ્ડેબલ ફોન આઈફોન લોન્ચ કર્યા પરંતુ તેમજ સેમસંગના ડિસ્પ્લેના ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. ડીઝીટલ મીડીયાના અહેવાલ મુજબ સેમસંગ અને એપલ વચ્ચે આ પ્રકારના ડિસ્પ્લે પુરા પાડવા માટે ત્રણ વર્ષનો કરાર છે અને 250 ડોલરના ભાવે સેમસંગ આઈફોન માટે ફોલ્ડીંગ ડિસ્પ્લે પેનલ પુરી પાડે છે.

એક તરફ સેમસંગ સાથે સ્પર્ધા અને બીજી તરફ આ પ્રકારે સેમસંગના જ કોમ્પોનેન્સનો ઉપયોગ એ એપલ માટે સંકોચજનક સ્થિતિ બની છે. સેમસંગે બે વર્ષ પહેલા જ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી દીધો હતો અને તે જબરી ડિમાન્ડ ધરાવે છે જેની સામે એપલે બે દિવસ પહેલા જ પોતાનો ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કર્યો છે.

તેની કિંમત અત્યંત ઉંચી છે પરંતુ હવે બહાર આવ્યું છે કે એપલ આ ફોલ્ડીંગ ડિસ્પ્લે પેનલ માટે સેમસંગ પર આધારિત છે અને તે પુરા પાડવા ત્રણ વર્ષના કરાર થયા છે. હાલ સેમસંગ આ ફોલ્ડેબલ ડિસ્પલે પેનલનું સૌથી મોટુ ઉત્પાદક છે અને તેની ગુણવતાની સરખામણીમાં ચાઈનીઝ કંપનીઓ પણ ઉભી રહી શકે તેમ નથી.

સેમસંગ દ્વારા ડયુલ અલ્ટ્રાથીન ગ્લાસનો ઉપયોગ કર્યો છે જેની સપ્લાયર પણ સાઉથ કોરિયાની એક કંપની છે અને સેમસંગ પોતાના ફોનમાં તેનો ઉપયોગ કરે છે. હવે આઈફોન 18માં તે જોવા મળી રહ્યો છે અને આગામી ત્રણ વર્ષ સુધી તે સેમસંગ પુરા પાડશે.

Print